તા. 1 જુલાઇ - નેશનલ ડોકટર્સ ડે ના પર્વે જામનગરના તમામ શહેરીજનો વ્હેલી તકે રસીકરણ કરાવે તેવો આઇએમએનો અનુરોધ

  • July 01, 2021 10:53 AM 

કોવીડ-19 ના આ મુશ્કેલ સમયે ફરી એકવાર વિશ્વભરના ડોકટરો અને આરોગ્ય સંભાળ કર્મચારી દ્વારા, દૈનિક ધોરણે, આપેલા યોગદાન અને બલિદાન માટે તેમનો આભાર માનવાનો સમય આવી ગયો છે. આ ઉમદા વ્યવસાય ના માનમાં, ડોકટર-ડે  વિશ્વભરમાં  જુદી જુદી તારીખે ઉજવવામાં આવે છે.

ભારતમાં  નેશનલ ડોકટર્સ-ડે એ વૈજ્ઞાનિક અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત  ડો.બિધનચંદ્ર રોયની યાદમાં ઉજવાય છે, કે જેમણે ચિકિત્સક, સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી તરીકે સેવા આપી હતી. ભારતમાં 1 જુલાઈએ  નેશનલ ડોકટર્સ-ડે તરીકે 1991 થી ઉજવાય છે અને ભારતીય મેડિકલ એસોસિએશન (આઇએમએ) દ્વારા વાર્ષિક ધોરણે તેનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે  ફરી એકવાર,  બધા ડોક્ટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓ તેમના જીવનને જોખમમાં મૂકીને આ  પડકારરૂપ  સમયમાં  પ્રાથમિક તેમજ સમર્પિત  સંભાળ સુવિધાઓમાં નિરંતર  સેવા આપી રહ્યા છે. આજ ના દિવસે  તેમનો દિલથી આભાર માનીએ અને તેમની અને તેમના પરિવાર જાનો ની સુરક્ષા ની કામના કરીએ.  ચાલો આજે આપણે ભારતીયો સાથે મળીને આપણા ડોક્ટરો તેમજ સ્વાસ્થ્ય કર્મીઓ ને તેમની સુરક્ષા નું વચન આપીએ.

ડોક્ટરો તેમજ  પેરામેડિક સ્ટાફ પર પણ -19 રોગચાળો ખુબ જ સખત  રહ્યો છે કારણ કે તેઓ એ તેમના નજીકના પરિવારના સભ્યોને વાયરસથી ગુમાવ્યા છે તેમ છતાં તેઓ એ દિવસ રાત જોયા વગર પોતાની ફરજ બજાવી છે!

માં ગંભીર રીતે બીમાર કોવીડ-19 દર્દીની સારવાર કરવી, સંચાલન કરવું, તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે  ડોક્ટરો માટે પણ ખુબ જ  ભારી હોઈ છે. ડોકટરોએ દર્દીઓ અને તેમના સંબંધીઓ પ્રત્યે સહાનુભૂતિ દશર્વિવી પડે છે જ્યારે પોતાને વ્યવસાયિક રીતે કામ કરવા માટે ભાવનાત્મક રીતે તેમનાથી  અલગ  રાખવી   પડે છે. આવા કટોકટી ના સમયે તેઓ પણ  થઇ જાય  છે.

જે  ડોકટરો  જીવલેણ વાયરસથી સંક્રમિત લોકોના જીવન માટે સતત લડતા રહે છે  તેમનું  મહત્વ સમજી, તેમના સામાજિક યોગદાન નું સન્માન કરીએ.

હું, ડો.પ્રશાંત તન્ના, પ્રિસીડન્ટ, આઇએમએ- જામનગર, મારા સાથી કોરોના વોરિયર્સ ને આજે તેમની નિસ્વાર્થ સેવા માટે અબિનંદન પાઠવું છું તેમજ તેમની સુરક્ષા અને સન્માન ની જાણવણી માટે સરકાર  શ્રી અને ઈશ્વર ને પ્રાર્થના કરું છું. આશા છે કે તેઓ આગળના પડકારો માટે તેમજ આગામી સમયમાં માનવતાની સેવા કરવા માટે સ્વસ્થ અને સલામત રહેશે.

જામનગરની જનતાને મારી નમ્ર વિનંતી કરું છું કે તેઓ આપણને સૌને  બચાવવા માટે કોવિડ યોગ્ય વર્તન અપનાવે તેમજ વહેલામાં વહેલી તકે પોતાનું તેમજ પરિવારજનોનું રસીકરણ કરાવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS