વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપમાં આઈસીસીનાં નિયમોથી ભારતને નુકસાન

  • November 20, 2020 03:04 PM 182 views

આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ કોરોના મહામારીના કારણે ગુરુવારે આઈસીસી વર્લડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ સિસ્ટમમાં બદલાવ કર્યો છે. જેનો માર ભારતને ખમવો પડ્યો છે અને ભારત પહેલા સ્થાનેથી ખસીને બીજા સ્થાને આવી ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલીયા ટોચ પર સ્થાન પામ્યું છે.  

 

આઈસીસી બોર્ડે અનીલ કુમ્બલેની અધ્યક્ષતાં વાળી આઈસીસી ક્રિકેટ સમિતિને આ આયોજન માટે રમતોની શરતોને બદલાની ભલામણને મંજુરી આપી દીધી છે. આઈસીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું એ કોરોનાનાં કારણે હાલ સુધીમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં અડધા મેચ રમી શકાયા છે. સાથે સાથે પ્રતિયોગિતા પૂર્ણ થવાના સમય સુધીમાં ૮૫ ટકા મેચ રમાશે એવો અંદાજ છે. તેમને કહયું હતું કે હાલના નિયમ તે નિર્ધારિત કરે છે કે પૂર્ણ નહી મેચનાં અંકોને વિભાજનનાં સાથે ડ્રોનાં રૂપમાં માનવામાં આવશે. ક્રિકેટ સમિતિને આ સ્થિતિને બનાવી રાખવા અથવા રમવામાં આવેલ મેચમાંથી અંતિમ વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશિપ લીગ સ્ટેન્ડીગનો નિર્ધાર કરવા પર વિચાર કર્યો હતો.

 

હવે ભેગા કરેલ અંકોનાં ટકાના આધારે ટીમોને સ્થાન આપવામાં આવશે. આઈસીસીનાં મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મનુ સાહનીએ કહયું હતું કે ક્રિકેટ સમિતિ અને મુખ્ય કાર્યકારી સમિતિ બંનેએ મેચ અને આંકડાઓના આધારે રેન્કવાળી ટીમનાં દ્રષ્ટિકોણનો સમર્થન કર્યું હતું. કારણકે એ તેના પ્રદર્શનને દર્શાવે છે નહી કે નુકસાનને.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application