આઈએએસ આયુષી જૈનએ બંધારણ દિવસ ૨૬ નવેમ્બરના ઉપલક્ષ્યમાં ભારતના સંવિધાન માટે સંકલ્પબદ્ધ અને સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા.
ગઈકાલે મંગળવારના રોજ સિહોર તાલુકા ના ખાંભા ગામે સંવિધાન બંધારણ દિવસ અંતર્ગત આયુષી જૈન શુભેચ્છા મુલાકાતે ખાંભા ગામે આવ્યા હતા.અને પ્રાથમિક શાળા, આંગણવાડી, ગ્રામ પંચાયત ઓફિસની મુલાકાત લીધી હતી. અને ગામના પ્રશ્નો સમસ્યા વિશે વિસ્તૃત ચર્ચા કરી તેમા સરપંચ, તલાટી કમ મંત્રી, ગામના આગેવાનો, નાગરીકો, ગ્રામ સેવક, મનરેગાના અધિકારી પંચાયત ઓફિસ ખાતે ઉપસ્થિત રહ્યા, સાથે સાથે બંધારણ દિવસ નિમિત્તે આયુષી જૈન દ્વારા ખાંભા ગ્રામ પંચાયત ઓફિસ ખાતે સરપંચ,નાગરીકો, આગેવોનો સાથે તલાટી કમ મંત્રીએ બંધારણ ના શપથ લેવડાવ્યા હતા. દેશની આઝાદી તથા અખંડતા જળવાઈ રહે એટલું જ નહીં, પરંતુ સુદ્રઢ થાય તે માટે સમર્પિત થઈને સેવારત રહેવા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમતાની પ્રાપ્તિ માટે તથા આ બધા સાથે વ્યક્તિની ગરીમા અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરતી ભાઈચારાની ભાવનાની અભિવૃદ્ધિ માટે સંકલ્પબદ્ધ રહેવાના શપથ લેવડાવ્યા હતા. આ વેળાએ ઘનશ્યામભાઈ મોરી સહિતની આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech