આજે હું આરબીઆઈ ગવર્નર પદ છોડી દઈશ શકિતકાંત દાસે એકસ પર કરી ભાવુક પોસ્ટ

  • December 11, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના ગવર્નર તરીકે છ વર્ષ સુધી સેવા આપ્યા બાદ શકિતકાંત દાસ આજે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમનો કાર્યકાળ શાનદાર રહ્યો છે અને તેમના નેતૃત્વમાં દેશ અનેક પડકારો અને કટોકટીઓમાંથી ખૂબ જ સમજદારીથી બહાર આવ્યો છે. પછી તે કોરોના સમયગાળા દરમિયાન મોંઘવારીની અરાજકતા હોય કે અન્ય પરિસ્થિતિઓ. તેમના કાર્યકાળના અંતે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિટર પર એક પછી એક ૫ પોસ્ટ શેર કરી. જેમાં તેણે પીએમ નરેન્દ્ર મોદીથી લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણ અને આરબીઆઈની સમગ્ર ટીમનો આભાર માન્યો છે. શકિતકાંત દાસે પોતાના ઓફિશિયલ એકસ એકાઉન્ટ પર એક લખ્યું કે આજે હત્પં આરબીઆઈ ગવર્નર પદ છોડી દઈશ. તમારા બધાના સમર્થન અને શુભેચ્છાઓ બદલ આભાર.
તેમની બીજી પોસ્ટમાં, તેમણે વડા પ્રધાનનો આભાર માન્યો અને લખ્યું, 'પીએમ નરેન્દ્ર મોદીનો ઘણા આભાર, જેમણે મને આરબીઆઈ ગવર્નર તરીકે દેશની સેવા કરવાની તક આપી અને તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે આભાર. તેમના વિચારો અને વિચારથી મને ઘણો ફાયદો થયો. આગળનું ટીટ નાણામંત્રી વિશે છે, જેમાં તેમણે લખ્યું છે કે, 'નાણામંત્રી નિર્મલા સીતારમણને સતત સમર્થન માટે હાર્દિક આભાર. રાજકોષીય–નાણાકીય સંકલન સર્વશ્રે હતું અને છેલ્લા છ વર્ષેા દરમિયાન ઘણા પડકારોને દૂર કરવામાં અમને મદદ કરી.
તેમની અન્ય પોસ્ટમાં, આરબીઆઈની સમગ્ર ટીમનો આભાર માનતા, તેમણે કહ્યું કે અમે સાથે મળીને અભૂતપૂર્વ વૈશ્વિક આંચકાના અસાધારણ મુશ્કેલ સમયગાળાને સફળતાપૂર્વક પાર કર્યેા છે. વિશ્વાસ અને વિશ્વસનીયતાની સંસ્થા તરીકે રિઝર્વ બેંક વધુ ઐંચે ઊતરે, આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ. તેમણે વધુમાં કહ્યું કે હત્પં નાણાકીય ક્ષેત્ર અને અર્થવ્યવસ્થાના તમામ હિતધારકોને અપીલ કરવા માંગુ છું; હત્પં નિષ્ણાતો અને અર્થશાક્રીઓ, કૃષિ, સહકારી અને સેવા ક્ષેત્રના સંગઠનોનો તેમના ઇનપુટસ અને નીતિ સૂચનો માટે આભાર માનું છું.
શકિતકાંત દાસના કાર્યકાળની વાત કરીએ તો આરબીઆઈના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના અચાનક રાજીનામા બાદ શકિતકાંત દાસે ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ આ જવાબદારી સંભાળી હતી. એકંદરે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ ) ના ગવર્નર તરીકે શકિતકાંત દાસનો છ વર્ષનો કાર્યકાળ આજે સમા થઈ રહ્યો છે.
શકિતકાંત દાસ બાદ હવે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા આરબીઆઈ ગવર્નરનું પદ સંભાળશે. તેમની આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સંજય મલ્હોત્રા આરબીઆઈના ૨૬મા ગવર્નર હશે. તેઓ રાજસ્થાન કેડરના ૧૯૯૦ બેચના આઈએએસ અધિકારી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application