હું ક્યારેય માફી નહીં માગુ: સારા અલી ખાન

  • March 22, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી એ ચોખું પરખાવ્યું કે મારી ધાર્મિક માન્યતાઓ, ફૂડ ચોઇસ મારો નિર્ણય છે.


સારા અલી ખાન એક ધર્મનિરપેક્ષ પરિવારમાં મોટી થઇ છે. તેના પિતા સૈફ અલી ખાન મુસ્લિમ પરિવારથી સંબંધ ધરાવે છે, ત્યાં મા અમૃતા સિંહ હિન્દુ છે. હાલમાં જ તેણે ખુલાસો કર્યો કે, પહેલા તે પોતાને દુનિયા સામે પ્રેઝેન્ટ કરવાને લઇને દેખાડો કરતી હતી, પરંતુ હવે આ બધું બંધ કરીને તેણે તે ખતમ કરી દીધું છે. તેણે પોતાના સરનેમ અને મંદિર-મસ્જિદ જવા પર ઉઠેલા સવાલોના જવાબમાં કહ્યું કે મારી ધાર્મિક માન્યતાઓ, ફૂડ ચોઇસ મારો નિર્ણય છે.તેના માટે હું ક્યારેય માફી નહી માગું.


સારા અલી ખાન બોલિવૂડની સ્ટારકિડ છે, જે આજકાલ તેની રીલિઝ થવા જઇ રહેલી ફિલ્મ ‘એ વતન મેરે વતન’ને લઇને ચર્ચામાં છે. સારા અલી ખાન એ એક્ટ્રેસ છે, જે પોતાની વાત કહેતાં ખચકાતી નથી. સોશિયલ મીડિયા પર સારા એક્ટિવ છે અને ઘણીવાર પોતાની સરનેમ, મંદિર-મસ્જિદ જવાને લઇને ટ્રોલ્સના નિશાને આવી જાય છે. હાલમાં જ તેણે તે સવાલો પર મૌન તોડીને જવાબ આપ્યો, જે બાદ હવે કદાચ લોકો તેની સાથે હિન્દુ-મુસ્લિમ નહીં કરે.

સારાનું માનવું છે કે જે સાચુ છે તેના માટે ઉભા રહેવાની ભાવના તેનામાં પેદા થઇ છે. તેણે કહ્યું કે, તેની ધાર્મિક માન્યતાઓ વિશે સવાલ કરવાથી તેને કોઇ સમસ્યા નથી. સારાએ કહ્યું, મારો જન્મ એક સંપ્રભુ, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક ગણરાજ્યમાં એક ધર્મનિરપેક્ષ પરિવારમાં થયો. તેને ક્યારેય કંઇ ખોટુ થઇ રહ્યું હોય તો તેના વિશે સ્પષ્ટવક્તા બનવાની જરૂર નથી લાગી કારણ કે તે કારણ વિના બોલવામાં નથી માનતી. પરંતુ જે ખોટુ છે તેની વિરુદ્ધ ઉભા રહેવાની ભાવના મારા અંદર છે. તેથી જો હું આવું ફક્ત મારી સાથે જ નહીં, પરંતુ મારી આસપાસ કોઇની પણ સાથે થતાં જોઇશ, તો હું તેના માટે ઉભી રહીશ. 

સારાએ જણાવ્યું કે, તેને ફેર પડે છે જો લોકોને તેનું કામ પસંદ નથી આવતું. પરંતુ પર્સનલ વસ્તુઓ તેની પોતાની છે. તેના પર તેનો હક છે. તેણો પોતાની સરનેમ અને ફેમિલી ટ્રી પર પણ વાત કરી. તેણે કહ્યું, મારી ધાર્મિક માન્યતાઓ, મારી ફૂડ ચોઇસ, કેવી રીતે હું એરપોર્ટ પર જઇશ, આ બધો મારો નિર્ણય છે. તેના માટે હું ક્યારેય માફી નહીં માગુ 

સારા એક્ટ્રેસ અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી છે. તે ઘણીવાર મંદિરોની ધાર્મિક યાત્રાઓના ફોટો ક્લિક કરે છે, જેના વિશે તેનું કહેવું છે કે, આ તેના વ્યક્તિત્વનો ભાગ છે. પરંતુ દર્શક તેને અને તેના મિત્રો તથા પરિવારને નથી ઓળખતાં, આ તે લોકોને વિચિત્ર લાગે છે જે તેના વિશે અમથું જ વિચારે છે. સારા કહે છે કે, તેના નજીકના લોકો સમજે છે કે તે ક્યારે નાસમજ થઇ રહી છે અને ક્યારે ગંભીર, પરંતુ તેને લાગે છે કે દર્શક હજુ પણ તેની પબ્લિક પર્સનાલિટીના આ બે પક્ષો સાથે સુમેળ નથી સાધી શક્યા


સારાએ લોકોને કહેલી આ વાતોથી સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, મંદિર હોય કે મસ્જિદ, સારા બધામાં આસ્થા ધરાવે છે. હવે સારાએ ક્લિયર કરી દીધું છે કે આ તેની ચોઇસ છે. તેના પર કોઇને સવાલ ઉઠાવવાનો કોઇ હક નથી






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application