BREAKING NEWS

મારા રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ: કન્ટ્રક્શનના ધંધાર્થીને ધમકી

  • April 21, 2026 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ  વિંછીયા તાલુકાના મોટી લાખાવાડ ગામે રહેતા કન્ટ્રક્શનના ધંધાર્થીને ગામમાં જ રહેતા શખસે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટ્રેક્ટરના ફેરાના પૈસા બાબતે ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા યુવાને ફરિયાદ નોંધાવી હતી.વિંછીયા તાલુકાના મોટી લાખાવાડ ગામે રહેતા કન્સ્ટ્રક્શનના ધંધાર્થી ધવલભાઇ ગુણવંતભાઈ વાલાણી (ઉ.વ. 26) દ્વારા વિંછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં તેમના જ ગામમાં રહેતા મનીષ હીરાભાઈ વાલાણીનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી ચારેક માસ પૂર્વે તેની વાડીમાં જેસીબી તથા ટ્રેક્ટરથી ધૂળનું પુરાણનું કામકાજ કરાવેલ હતું. જેમાં આરોપી મનીષ વાલાણીના ટ્રેક્ટરના ફેરા કર્યા હતા અને તે ફેરા ના રૂ. 8,000 મનીષને દેવાના હતા.ત્યારબાદ ત્રણેક માસ પહેલા યુવાન મિત્ર સાથે ગામમાં બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો ત્યારે મનીષ બાઇક લઈને આવ્યો હતો અને ટ્રેક્ટરના ફેરાના પૈસા માંગ્યા હતા. જેથી યુવાને કહ્યું હતું કે, મારે તમને ફેરાના રૂપિયા 8000 દેવાના છે અને તમારા મોટાભાઈ મહેશભાઈ પાસેથી રૂ. 8,000 લેવાના છે તો તમે બંને ભાઈઓ રૂપિયાનો હિસાબ સમજી લેજો જેથી મારે કોઈ લેવાદેવા નહીં. તેવું કહેતા મનીષ ઉશ્કેરાઇ ગયો હતો અને કહ્યું હતું કે, તું મને મારા રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાનો છે. જેથી યુવાને કહ્યું હતું કે, બે ત્રણ દિવસમાં તારા રૂપિયા આપી દઈશ આમ કહેતા મનીષે કહ્યું હતું કે, તારા રૂપિયા જોતા નથી તેમ કહીને જતો રહ્યો હતો. બાદમાં આ મનીષ અવારનવાર યુવાનના મિત્રોને કહેતો હતો કે આ ધવલને જાનથી મારી નાખવાનો છે જેથી અંતે યુવાને આ મામલે વિંછીયા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News