સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રોફેસરે ‘સફળ ઉડાન’ કાર્યક્રમ અંતર્ગત જાણીતા શિક્ષણ પ્રેમી દાતા એવા ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના સ્થાપકની મુલાકાત કરી હતી ત્યારે તેઓએ એવી માહિતી આપી હતી કે તેમણે કેન્યાના કિસુમુ ખાતે લોહાણા બોર્ડીગમાં પ્રવેશ મેળવ્યો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી એક સજ્જન વ્યક્તિની ભલામણથી બોર્ડીંગમાં મળેલા પ્રવેશબાદ શ્રેષ્ઠત્તમ શિક્ષણ મેળવ્યુ છે તેથી જ હું અહી છું તેમ તેઓએ ઉમેર્યુ હતુ.
ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ પોરબંદર રચિત ઓફીસ ગ્રુપ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સમિતિના ઉપક્રમે ‘સફળ ઉડાન’ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ રાજાભાઇ ગોઢાણીયાની રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રોફેસર ડો. રાજીબેન કડછાએ ઓનલાઇન ઝુમ વીડિયો કોલીંગ દ્વારા મુલાકાત લીધી હતી જેને દેશ-વિદેશની શાળા કોલેજો એ નિહાળી. ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આ ‘સફળ ઉડાન’ કાર્યક્રમના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાની ઉપસ્થિતિમાં બચુભાઇ આંત્રોલીયાએ સ્વાગત પ્રવચન કર્યુ. સંચાલન મેહુલભાઇ થાનકીએ કર્યુ. જ્યારે આભારદર્શન સૌ. યુનિ.ના પ્રોફેસર લીલાભાઇ કડછાએ કર્યુ હતુ. ઓનલાઇન ઝુમ વિડીયો કોલીંગ દ્વારા વિરમભાઇની મુલાકાત લીધી. યુવાપેઢીને શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રે પ્રેરણા મળે તેવા હેતુસર સંકલન કરી પોરબંદરની ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર અને જાણીતા કેળવણીકાર ડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ કર્યુ તે અત્રે ‘આજકાલ’ના વાચકો માટે પ્રસ્તુત છે.
ડો. વિરમભાઇ આપનું બાળપણ અને આપના શિક્ષણ અભ્યાસ વિષે કહેશો? તેવા સવાલના જવાબમાં ડો. વિરમભાઇએ જણાવ્યુ હતુ કે મારો જન્મ પોરબંદરના નાના એવા ખોબા જેવડા ગામ ખાંભોદરમાં તા. ૬-૩-૧૯૪૧ના રોજ થયો હતો. અમો કુટુંબમાં ચાર ભાઇઓ સાથે નાની એવી ખેતી જમીન હતી. જેમાં આટલા પરિવારનું જીવન ચલાવવુ મુશ્કેલપ હતુ. બાળપણ અંગે મારા માતુશ્રી તરફથી જાણ થતી કે અમો કોઇ ભણવા બેઠા નહોતા. જીવન ખૂબજ સંઘર્ષભર્યુ હતુ. આ કપરા સમયગાળામાં પરિવારના ગુજરાન માટે મારા પિતાશ્રીના બહેન મારા ફઇબા આફ્રિકામાં સ્થિર થયેલા હતા. તેઓના સહકારથી અમારા પરિવારનું આફ્રિકા સ્થળાંતર થયું.
મારા પિતાશ્રી નિરક્ષર હતા આથી આફ્રિકામાં કામ મળવુ મુશ્કેલપ હતુ. તેના માટે અક્ષરજ્ઞાન હોવું જરી હતું. આથી મારા પિતાશ્રીના બહેન એટલે કે મારા ફઇબા શિક્ષિત હતા. તેઓએ મારા પિતાશ્રીને થોડુ વાંચવાનું લખવાનું અક્ષરજ્ઞાન આપ્યુ ત્યારબાદ પિતાશ્રીને સુગર ફેકટરીના પ્લાન્ટેશનમાં (ખેતરમાં) મજુરો પર સુપરવાઇઝર તરીકે નોકરી મળી. મારુ ખાંભોદરથી સ્થળાંતર બાદ મારુ પ્રાથમિક શિક્ષણ ધોરણ-૭ સુધીનું કેન્યાના મિવાનીમાં મેળવ્યુ બાદ આગળના અભ્યાસમાં શહેરમાં જવાનું થયુ.
મારા પિતાશ્રીની આર્થિક પરિસ્થિતિ ખૂબજ નબળી હતી. કોઇ આગળ ભણવાનો ઉપાય નહોતો. મારા પિતાશ્રીને એક સજ્જન વ્યક્તિએ ભલામણ કરી કે તમે લુહાણા સમાજના શ્રેષ્ઠીને મળો તો કંઇક રસ્તો નીકળે. લુહાણા છાત્રાલયમાં લુહાણા સિવાયને પ્રવેશ મળી શકે નહી તેવો નિયમ હતો.
મારા પિતાશ્રીની ભલામણ દ્વારા શેઠશ્રીના સૂચન થકી કેન્યાના કિસુમુ ખાતે શ્રી લોહાણા બોર્ડીંગ (છાત્રાલય)માં મને પ્રવેશ મળ્યો. અહી મારા જીવનનું શિક્ષણ મેળવવાનું પ્રથમ પગથિયુ હતુ અને મારી પ્રગતિનો અહીથી પ્રારંભ થયો કારણકે આ લોહાણા છાત્રાલયના અમારા ગૃહપતિ ચંદુભાઇ જોશી હતા. તેઓ બહુજ શિસ્તના આગ્રહી હતા અને શિક્ષણ અંગે મને ખૂબજ પ્રોત્સાહન પૂરુ પાડતા મેં કેંબ્રિજ શિક્ષણ બોર્ડમાં ધોરણ ૧૨ સારા માર્કસ સાથે પાસ કર્યુ.
આગળ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મારા પિતાશ્રીએ પોતાની આર્થિક સ્થિતિની મજબૂરીને કારણે કહ્યું કે, ‘મારા ટૂંકા પગારમાં હું વિરમ ને આગળનો અભ્યાસ કરવા માટે પિયા આપી શકું તેમ નથી.’ કારણકે કુટુંબમાં ચાર સભ્યો અને મારો ટૂંકો પગાર છે અને પિતાશ્રીનો આગ્રહ હતો કે પરિવારના ગુજરાન માટે નોકરીમાં લાગી જવું. તે દરમિયાનમાં એક અમારી જ્ઞાતિના સમાજશ્રેષ્ઠી સવદાસભાઇ ખિસ્તરીયાએ પિતાશ્રીને એવો આગ્રહ કર્યો અને આશ્ર્વાસન આપ્યુ કે જરત પડતા તે પોેતે સહકાર આપશે મારા જીવનનો આ પ્રસંગ યાદગાર રહ્યો કે મારે દેશમાં (ભારત)ભણવા જવાનું થયુ.
હું એકમાત્ર અમારી જ્ઞાતિમાંથી પ્રથમ વિદ્યાર્થી તરીકે સને ૧૯૬૦માં અમદાવાદની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રિ.સાયન્સ (ઇન્ટર)માં પ્રવેશ મેળવ્યો.
મારી સાથે બીજા ચાર આફ્રિકાથી વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં જોડાયા હતા. આ ભણતરનો પ્રથમ તબક્કો મારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો અને તે યાદગાર પ રહ્યો કારણકે હું એક કોલેજના નવા જ વાતાવરણમાં આવ્યો હતો. જ્યાં મોટે ભાગે સાધનસંપન્ન લોકોના પુત્રો અભ્યાસ કરતા હતા. આ લોકોના સંપર્કમાં આવ્યો તેઓની રહેણી કરણી જોઇને મને ખૂબજ આશ્ર્ચર્ય થયું ! અને જાણવા પણ મળ્યુકે સને ૧૯૬૦માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રથમ વર્ષ ઇન્ટર સાયન્સ કર્યુ. સને ૧૯૬૧માં પ્રિ.મેકિડલ કમ્પીટેટીવ પરીક્ષા આપી મારી સાથે જુદા જુદા રાજ્યો અને વિદેશના વિદ્યાર્થીઓ હતા. પ્રિ.મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ભારતના રાજ્યો અને વિદેશ માટે પંદર સીટો અનામત હતી અને આ પરીક્ષામાં મને સફળતા મળતા આનંદ થયો અને મારા માટે મેડિકલના પ્રવેશ અને આગળ અભ્યાસના દ્વાર ખૂલ્યા.
મેડિકલના આ બંને વર્ષમાં હમેશા નાણાકીય સ્થિતિ અનિયમિત હોવા છતા મારા મિત્રો ખૂબજ હતા. એમાના બે મિત્રો સાધનસંપન્ન હતા. તેમણે મને છ વર્ષ માટે નાણાકીય સહકાર આપ્યો જેથી હુંએમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂરો કરી શકયો.
મારા સંઘર્ષમાં ઉમેરો થયો જ્યારે સેક્ધડ એમ.બી.બી.એસ. પુરુ કર્યુ ત્યારે મારા માતા પિતાશ્રી વિદેશથી અહી ભારત આવ્યા અને તેમણે મારા નાણાકીય ભીડની વાત કરી ત્યારે મારા માતુશ્રીએ સાંભળતા સાંભળતા તેમણે મારા પિતાશ્રીને તુરત જ કહ્યુ કે લગ્ન વખતે મને આપેલ સોનાનો હાર લોકરમાં છે તે તમો વેચી નાખો અને તેના દ્વારા મારા ત્રણ વર્ષ પૂરા કરી મારુ એમ.બી.બી.એસ.નો તબીબી અભ્યાસ પૂરો કર્યો.
પોરબંદર પંથકમાં આપનુ આગમન અને તત્કાલીન સમાજદર્શન કેવું હતું?
તે પ્રશ્ર્નના જવાબમાં ડો. વિરમભાઇ ગોઢાણીયાએ જણાવ્યુ કે મે એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂરો કર્યા બાદ મારા મા -બાપ તરફથી લગ્ન કરવાનું કહેણ આવ્યુ. તે દરમ્યાન અમારી જ્ઞાતિમાં ગ્રેજ્યુએટ એકપણ દીકરી ન હોવાના કારણે લગ્નનો વિચાર નહોતો કર્યો. તે દરમિયાન મને મારા મોટાબાપુ જે અમારા સમાજના શ્રેષ્ઠી પૂર્વ રાજ્યના નાણામંત્રી માલદેવજીભાઇ ઓડેદરાની દીકરી અંગે ભલામણ કરી અને મારા ૧૯૭૦માં લગ્ન થયા અને મારો ભરતભાઇ ઓેડેદરા સાથે પરિચય થયો અને સમાજ ઉત્કર્ષની વાતો હમેશા ભરતભાઇ ઓડેદરા કરતા હતા.
હું મારા સમય દરમિયાન રજાઓમાં અવારનવાર પોરબંદર પંથક અને વલ્લભ વિદ્યાનગરના આણંદના ચરોતર પંથકના ગામડાઓમાં જઇને વિચાર કરતો કે, આપના ગામડાઓની સામાજિક પછાતપણાની સ્થિતિ રીતરિવાજો અને ચરોતર (આણંદના આજુબાજુનો વિસ્તાર) વિસ્તારની સામાજિક સ્થિતિ ત્યારે બંને વિસ્તારોની પ્રગતિ અને શિક્ષણના વિકાસના સંદર્ભે આપનો વિસ્તાર શિક્ષણ અને સમાજમાં ખૂબજ પછાત હતો. આ સમાજના ઉત્થાન માટે હમેશા મારામાં મનોમંથન હતુ.
હમેશા યાદ રાખતો કે પોરબંદરરના ગ્રામ્ય પથકના પરિવારોની સ્થિતિ અને મર્યાદિત ખેતીવાડીમાં કુટુંબ જીવે છે. આ પ્રશ્ર્ન હમેશા મારા મનોમંથનનો રહ્યો. મારો એમ.બી.બી.એસ.નો તબીબી અધ્યાસ પૂરો કરીને આફ્રિકા ખાતે ડોકટરની તાલીમ લઇને હું મારા તબીબી વ્યવસાયમાં જોડાયો.
મારા તબીબી વ્યવસાયમાં પ્રભુની કૃપાથી ખુબજ મને સફળતા મળી અને મારા જીવનમાં બીજો ટર્નિગ પોઇન્ટ આવ્યો. લગ્નબાદ હું અવારનવાર પોરબંદર મારી પત્નીના પરિવારમાં દર વર્ષે આવતો અને તે દરમિયાન સમાજના અગ્રણીઓ અને આગેવાનોની સાથે મુલાકાત થતી અને પોરબંદર પંથકના ગામડે ગામડે જવાનું થતુ. આ સમયગાળામાં પોરબદરના અમારા સંત શિરોમણી પૂજ્ય માલદે બાપુ અમારી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સમાજભવન બનાવવા ભગીરથ પ્રયાસ કરતા હતા.
મને અહીંના આગેવાનોએ સામાજિક અને શૈક્ષણિક આર્થિક પછાત સમાજના ઉત્કર્ષ માટે મને પ્રોત્સાહિત કરતા હતા અને મને બીજી સમાજસેવાની પ્રેરણા પૂજ્ય સંત શિરોમણી માલદેવજી બાપુ જ્યારે પોરબંદરના ઝુંડાળાના વિદ્યાર્થી ભવન માટે આફ્રિકા ફાળો કરવા આવ્યા ત્યારે તેમાંથી મને સમાજસેવા કરવાની પ્રેરણા મળી.
હું જ્યારે ભણીને આફ્રિકા પરત આવ્યો ત્યારે જે ઘટના બનતી તે માહિતી મને રણમલબાપાએ આપી. રણમલબાપા અને માલદેવજી બાપુ વચ્ચેના પત્રવ્યવહાર વાંચી હું લાગણીશીલ બન્યો અને સમાજસેવાની મારી ભાવના બળવત્તર બની. અને સમાજ માટે કંઇક કરી છુટવુ જોઇએ પછી આફ્રિકાના આગેવાનોને સાથે રાખીને મેં ક્ધયા મહેર સમાજની સ્થાપના કરી અને ત્યાં મહેર સમાજનું ભવન હતુ તે ઉતારા તરીકે (અતિથિ ભવન)નો ઉપયોગ થતો હતો. પૂજ્ય સંત શિરોમણી પૂજ્ય માલદેવબાપુ જે ભવન માટે આફ્રિકા ફાળો લેવા ગયા હતા તે ફાળામાંથી થોડા પિયા ત્યાંના સ્થાનિક ઉતારા ભવન માટે અનિચ્છાએ આપ્યા હતા. મોમ્બાસામાં આવેલુ આ ઉતારાભવનનો કબ્જો અન્ય લોકોએ કરી લીધો હતો અને આ ઉતરાા ભવનના કોઇ દસ્તાવેજો પણ નહોતા અને આ ઉતારા ભવન સાવ જર્જરિત હાલતમાં હતું. પછી મેં ત્યાના અગ્રણીઓના સહકારથી ઉતારાભવનને કાયદેસર કરી ટ્રસ્ટની રચના કરીને આ ઉતારાભવનને વેચી નાખ્યુ અને તેની જે રકમ મળી તે ત્રણ ટ્રસ્ટીઓના નામે સ્થાનિક બેન્કમાં જમા કરાવી બાદ આફ્રિકાના કેન્યા મહેર સમાજ દ્વારા પોરબદરના એરપોર્ટ સામે આવેલ વિદ્યાર્થી ભવનના બાંધકામ માટે આપવામાં આવી.
ક્રમશ:
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech