છ વખતની વલ્ર્ડ ચેમ્પિયન અને ૨૦૧૨ ઓલિમ્પિક મેડલ વિજેતા એમસી મેરી કોમે બોકિંસગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આવા સમાચાર સામે આવ્યા બાદ મેરી કોમે આ વાત નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટ્ર કરી છે કે ઇન્ટરનેશનલ બોકિંસગ એસોસિએશનના નિયમો પુષ અને મહિલા બોકસરોને માત્ર ૪૦ વર્ષની ઉંમર સુધી જ વિશેષ સ્તરની સ્પર્ધાઓમાં લડવાની મંજૂરી આપે છે. આ જ કારણ છે કે તે હવે આ ગેમનો ભાગ બની શકશે નહીં.
ઇન્ટરનેશનલ બોકિંસગ એસોસિએશનના નિયમો અનુસાર, પુષ અને મહિલા બોકસરોને ૪૦ વર્ષની ઉંમર સુધી જ સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી છે. જોકે એક ઈવેન્ટ દરમિયાન ૪૧ વર્ષીય મેરી કોમે કહ્યું હતું કે તેને હજુ પણ વિશેષ સ્તરે સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા છે, પરંતુ વય મર્યાદાને કારણે તેણે તેની કારકિર્દીનો હવે અતં લાવવો પડશે તેણે કહ્યું હત્પં વધુ રમવા માંગુ છું, પરંતુ મને નિવૃત્ત થવા માટે વય મર્યાદાને કારણે નિવૃત્તિ લેવાની ફરજ પાડવામાં આવશે.મેં મારા જીવનમાં બધું જ હાંસલ કયુ છે.
તેમનું આખુ નામ માંગતે ચુંગનેઈજેંગ મેરી કોમ છે. તેમણે તેમના જીવનમાં ઘણી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રા કરીને વિશ્વ મચં પર ભારતને ગૌરવ અપાવ્યું હતું. તેમની નિવૃત્તિ બાદ બોકિંસગની દુનિયામાં એક યુગનો અતં આવ્યો છે. મેરી કોમ બોકિંસગના ઈતિહાસમાં છ વખત વલ્ર્ડ ટાઈટલ જીતનાર પ્રથમ મહિલા બોકસર છે. તે પાંચ વખત એશિયન ચેમ્પિયન રહી ચૂકી છે. તેણે ૨૦૧૪ એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે ભારતની પ્રથમ મહિલા બોકસર હતી. મેરી કોમનો જન્મ મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં થયો હતો. તેમનો જન્મ એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો, પરંતુ તેણે વિશ્વ સ્તરે જે રેકોર્ડ બનાવ્યાં તે હંમેશા ભારતને ગૌરવ અપાવતા હતા. તેમના જીવન પર ૨૦૧૪માં એક ફિલ્મ બની હતી. જેમાં પ્રિયંકા ચોપરા લીડ રોલમાં હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech