મે 85 વર્ષે કોરોનાની રસી લીધી તમે પણ લો: નરોતમ પલાણ

  • March 31, 2021 10:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરમાં 8પ વર્ષના ઇતિહાસવિદ નરોતમભાઇ પલાણે કોરોનાની રસી મુકાવીને લોકોને પણ અપીલ કરી હતી. 

 


પોરબંદરના જાણીતા ઇતિહાસકાર, સાહિત્યકાર અને શિક્ષણવિદ 8પ વર્ષીય નરોતમભાઇ પલાણે કોરોના પ્રતિરોધક રસી મુકાવીને લોકોને પણ અપીલ કરી હતી. કોરોના મહામારીથી દુનિયાને મુકત કરવા માટે તૈયાર કરાયેલ કોરોના પ્રતિરોધક રસી મુકાવવી ખુબ જ જરી છે. દેશના નાગરીકો આ રસી મુકાવીને પોતાની, પોતાના પરિવારની અને દેશની તંદુરસ્તી સ્વસ્થ રહે તે જરી છે. દેશના વરીષ્ઠ નાગરીકો ખાસ રસી મુકાવે તે ખુબ જરી છે. આ ઉપરાંત હાલ 45 થી પ9 વર્ષના ગંભીર બીમારી ધરાવતા નાગરીકોને પોરબંદરની હોસ્પિટલમાં કોરોના પ્રતિરોધક રસી મુકાવવાનું અભિયાન ચાલુ છે. ત્યારે પોરબંદર સ્થિત વસનજી ખેરાજ ઠકરાર હોસ્પિટલમાં પોરબંદરના ઇતિહસાકાર નરોતમભાઇએ રસી મુકાવીને કહ્યું કે, આપણી તંદુરસ્તી પર જ દેશ અને મનુષ્ય જાતિનો આધાર છે. મે 8પ વર્ષથી વધુ વયે પણ કોરોના પ્રતિરોધક રસી મુકાવી છે. રસી સંપુર્ણ સુરક્ષીત છે માટે દરેક નાગરીકે રસી મુકાવવી જોઇએ. આમ પોરબંદર જીલ્લામાં કોરોના પ્રતિરોધક રસી મુકાવવાના અભિયાનમાં નાગરીકો સ્વેચ્છાએ જોડાઇને રસી મુકાવવાની સાથે અન્‌યને પણ પે્રરણા પુરી પાડી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS