વૃધ્ધને મૃત સમજીને ૨૦ કલાક રાખ્યા ફ્રીઝમાં : જાણો પછી શું થયું

  • October 28, 2020 02:04 AM 861 views

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં એક આશ્ચર્ય પમાડનાર કિસ્સો સામે આવ્યો છે.એક વૃદ્ધને મારેલ સમજીને તેના સંબંધિઓએ ફ્રીઝરમાં પેક કર્યો હતો. જેથી તેના પરિવારજનો આવે ત્યાં સુધી મૃતદેહ સારો રહી શકે. જોઈ ચોકાવનારી બાબત એ છે કે એ વૃદ્ધને ૨૦ કલાક પછી ફ્રીઝમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેના શ્વાસ ચાલુ હતા અને તે જીવીત હતા અને હાલમાં તેની તબીયત સુધારા પર છે.

 

 એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ચેન્નાઈનાં કદમપટ્ટીનો આ બનાવ છે. બાલાસુબ્રમણ્યમ કુમાર(૭૩) તેના નાના ભાઈ શ્રવણ(૭૦) સાથે રહે છે.  સોમવારે શ્રવણે ફ્રીઝરબોક્સ મંગાવ્યું હતું. બે દિવસ બાદ જ્યારે ફીઝર બોક્સ પરત લેવા દુકાનદાર આવ્યા ત્યારે તેમાં કશું હલનચલન કરતુ જોવા મળ્યું.

 

બારાબર જોવા પછી જાણવા મળ્યું કે અંદર કોઈ માણસ છે. જે હલનચલન કરી રહ્યો છે. સ્ટાફે ફ્રીઝરમાંથી બાલાસુબ્રમણ્યમ કુમારને બહાર કાઢ્યા અને હોસ્પિટલ ખસેડ્યા હતા. ડોક્ટરોએ તેમને આઈસીયુમાં રાખ્યા હતા. હાલમાં બાલા ખતરાની બહાર છે. પોલીસ અનુસાર સોમવારે બાલા બેભાન થી ગયા હતા અને તેના ભાઈએ તેના માટે શબ પ્રિઝર્વ બોક્સ મંગાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application