મોટી પાનેલીમાં સિલિન્ડર નોંધાવ્યાનો મેસેજ મળે પણ બાટલો નહીં...
મોટી પાનેલીમાં સિલિન્ડર નોંધાવ્યાનો મેસેજ મળે પણ બાટલો નહીં...
April 21, 2026 02:42 PM
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ગેસ સિલિન્ડર મામલે ભારે હોબાળો મચ્યો હતો ગામમાં આવેલ દ્રારકેશ ગેસ એજન્સીમાં આઇઓસીના ગેસ કનેકશન આપેલ છે યાં છેલ્લા આઠ દસ દિવસથી ગ્રાહકોને સિલિન્ડર પાસ થઇ ગયાના મેસેજ મળ્યા હોવા છતાં સિલિન્ડ ની ડીલેવરી અપાતી ના હોય છેલ્લા ત્રણ દિવસથી તો ઓફિસ જ ખુલતી ના હોય એજન્સી એ બોર્ડ પણ ઉતારી લીધા હોય લોકોના ટોળા એકઠા થઇ જતા પરિસ્થિતિ બેકાબુ બની હતી આ અંગે ધારાસભ્યને જાણ કરતા રિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઇ તાત્કાલિક સિલિન્ડર સપ્લાય ચાલુ કરાવવા જણાવેલ જેને લઈને ઉપલેટા મામલતદાર મહેતા નાયબ મામલતદાર કરંગીયા ભાયાવદર પીએસઆઇને સાથે રાખીને સરપંચની હાજરીમા ગેસ એજન્સીની ઓફિસ ખોલાવી ગ્રામજનોના પ્રશ્નોને શાંતિપૂર્ણ સાંભળી પ્રશ્નનો નિકાલ કરવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી અધિકારીઓની બાહેંધરી બાદ લોકોનો રોસ શાંત પડો હતો પણ હજુપણ જો ગેસ સિલિન્ડર સપ્લાય રેગ્યુલર નહીં કરવામાં આવે તો ગામ બધં સહિતના શાંતિપૂર્ણ આંદોલન કાર્યક્રમ ની ચર્ચાએ જોર પકડું છે.