BREAKING NEWS

મારે ચૂંટણી લડવી જ નથીઃ પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવે પ્રદેશ નિરીક્ષકને લેખિત આપ્યું

  • April 02, 2026 07:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૬ના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવે પોતાને ચૂંટણી લડવી નથી તેવું નિરીક્ષકોને લેખીતમાં આપી દેતા આશ્ચર્ય સર્જાયું હતું. જો કે, તેમને ત્રણ ટર્મ પુર્ણ થઈ ગઈ હોય તેઓને આમ પણ ટીકીટ મળે તેવી શકયતા ઓછી હતી પરંતુ તેમણે અન્ય કોર્પોરેટરોની જેમ દાવેદારી કરવાના બદલે પોતાને હવે ચૂંટણી નથી લડવી તેવું નિરીક્ષકોને લેખીતમાં આપી દીધું હતું.નિરીક્ષકોને લેખીતમાં કરેલી રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે, અગાઉ ૨૦૦૫, ૨૦૧૦ અને છેલ્લ ૨૦૨૧ની ટર્મ તેમ ત્રણ વખત તેમને ટીકીટ આપવામાં આવી છે અને દરેક વખતે સમગ્ર પેનલ વિજેતા થઈ છે. પરંતુ હવે હું સ્વૈચ્છીક રીતે ચૂંટણી લડવા ઈચ્છતો ન હોઉ વોર્ડ નં.૧૬ના ભાજપની ટીકીટ કોઈ નવા સક્રિય કાર્યકરને આપવામાં આવે તેવી મારી લાગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News