હું તો હવે એરફોર્સ વનના દરવાજા પાસે પણ બેસતો નથી: બાઈડેને કર્યેા જોક

  • March 30, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએસ પ્રમુખ જો બિડેને બોઈંગના મેકસ વિમાનમાં ઉડાન દરમિયાન દરવાજો તૂટી જવાની દુર્ઘટના બાબતે એક જોક કહ્યો હતો. બાઈડેને કટાક્ષ કર્યેા હતો કે હવે તો હત્પં એરફોર્સ વનમાં પણ દરવાજાથી દૂર બેસું છું. દરવાજા પાસે બેસતો નથી, લેટ શો ના હોસ્ટ સ્ટીવન કોલ્બર્ટે ૮૧ વર્ષીય રાષ્ટ્ર્રપતિને પૂછયું હતું કે શું પરિવહન સચિવ પીટ બટ્ટેગીગે રાષ્ટ્ર્રપતિના વિમાનના બોલ્ટને કડક કર્યા છે? તેના જવાબમાં બાઈડેને આ જોક કહ્યો હતો.
જોકે બાઈડેને તરત ઉમેયુ હતું કે હું તો માત્ર મજાક કરૂ છું. મારે તેના વિશે મજાક ન કરવી જોઈએ, અમેરિકાના પ્રમુખ જેનો ઉપયોગ કરે છે તે એર ફોર્સ વન વિમાન પણ બોઈંગ કંપનીએ જ બનાવેલું છે એટલે હોસ્ટએ આવો પ્રશ્ન પૂછયો હતો. બાઈડેનની ટિપ્પણી રેડિયો સિટી મ્યુઝિક હોલ ખાતે ઉચ્ચ–ડોલર ઝુંબેશ ભંડોળ એકત્ર કરતી વખતે આવી હતી.

આ વર્ષની શઆતમાં, અલાસ્કા એરલાઇન્સ દ્રારા સંચાલિત બોઈંગ ૭૩૭ મેકસ ૯ પ્લેનનો દરવાજો હવામાં ઉડી ગયો હતો. આ ભયાનક ઘટના બાદ, યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કેટલાક અઠવાડિયા માટે મેકસ ૯ ને ગ્રાઉન્ડ કરી દીધું, બોઈંગને મેકસ ઉત્પાદન દર વધારવા પર પ્રતિબધં મૂકયો અને તેને ૯૦ દિવસની અંદર પ્રણાલીગત ગુણવત્તા–નિયંત્રણ સમસ્યાઓ ને ઉકેલવા માટે એક વ્યાપક યોજના વિકસાવવા આદેશ આપ્યો.
પ્રારંભિક તારણોમાં જાણવા મળ્યું હતું કે બોઈંગ પ્લેનના બોલ્ટ પાછળના દરવાજામાંથી ગાયબ હતા. એરક્રાટનો દરવાજો ઉડી જવાના વિવાદના એક અઠવાડિયા પછી, બોઈંગ કંપની બીજા એક વિવાદમાં ફસાઈ ગઈ હતી. કોકપિટની બારીમાં તિરાડ પડી જવાને કારણે બોઇન્ એક વિમાને જાપાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ત્રીજી ઘટનામાં ડેલ્ટા એરલાઇન્સનું એરક્રાટ બોઈંગ ૭૫૭ એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રસ્થાન કરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે તેનું આગળનું ટાયર નીકળી ગયું હતું અન્ય એક ઘટનામાં યુકેના એક મુસાફરે ભારતની લાઇટ દરમિયાન બોઈંગ ૭૮૭ના બહારના ભાગમાં ટેપના ટુકડા જોયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application