મેં હત્યા નથી કરી, હત્પં મૃતદેહ જોઈને ત્યાંથી ભાગી ગયો હતો : સંજય રોય

  • September 07, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોલકાત્તામાં આરજી કર હોસ્પિટલમાં થયેલા બળાત્કાર અને હત્યા કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી સંજય રોયે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન ચોંકાવનાં નિવેદન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેસ્ટ દરમિયાન સંજય રોયે કહ્યું કે, મને ફસાવવામાં આવ્યો છે, મેં હત્યા નથી કરી. મૃતદેહ જોઈને હત્પં ભાગી ગયો હતો.
અત્યાર સુધી કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ સંજય બાદ અન્ય કોઈની ધરપકડ કરી શકી નથી. ઘટનાના એક દિવસ બાદ જ કોલકાતા પોલીસે આરોપી સંજયની ધરપકડ કરી હતી. તપાસ સંભાળ્યા બાદ સીબીઆઈએ સંજયની સઘન પૂછપરછ કરી છે. તપાસ એજન્સીએ ૨૫ ઓગસ્ટે કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવ્યો હતો.
આ પોલિગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ એજન્સી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે, જો કે, પોલિગ્રાફ રિપોર્ટને કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં. સુત્રોના જણાવ્યા અનુસાર, જેલમાં સંજય રોયના પોલિગ્રાફી ટેસ્ટ દરમ્યાન એજન્સીએ તેમને કુલ ૧૦ પ્રશ્નો પૂછયા. ટેસ્ટ ૨૫ ઓગસ્ટ રવિવારના રોજ લગભગ ૨ કલાકે શ થયો હતો. પરીક્ષણ દરમિયાન તપાસ એજન્સીના તપાસ અધિકારી સહિત ત્રણ પોલીગ્રાફ નિષ્ણાતો હાજર રહ્યા હતા. સૂત્રએ જણાવ્યું હતું કે, આ ટેસ્ટની શઆત તેના નામ, સરનામું, વ્યવસાય જેવા કેટલાક સામાન્ય પ્રશ્નોથી થઈ હતી અને ગુનામાં તેની સંડોવણી સાથે સમા થઈ હતી.
સૂત્રના જણાવ્યા અનુસાર, કેટલાક અન્ય પ્રશ્નોમાં તેને સીધું પૂછવામાં આવ્યું કે, સેમિનાર હોલમાં હત્યા કર્યા પછી તમે શું કયુ? અને પછી તેને પૂછવામાં આવ્યું કે તમે ગુનો કર્યા પછી કયાં ગયા? સૂત્રએ જણાવ્યું કે, ટ્રાયલ દરમિયાન સંજયે જવાબ આપ્યો, મેં હત્યા નથી કરી. હત્પં લાશ જોઈને સેમિનાર હોલમાંથી ભાગી ગયો હતો.
પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન, સંજયે બળાત્કાર અને હત્યામાં તેની સંડોવણીનો સંપૂર્ણ ઇનકાર કર્યેા હતો. સંજયએ ટ્રાયલ દરમિયાન દાવો કર્યેા હતો કે, તેણે હત્યા અને બળાત્કારમાં ન હતો. હકીકતમાં, સેમિનાર હોલની અંદર લાશ જોઈને તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ધરપકડ કરાયેલા આરોપી સંજય રોયે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન જ નહીં પરંતુ પોતાના વકીલની સામે પણ પોતાને નિર્દેાષ જાહેર કર્યા હતા. વકીલ કવિતા સરકારના જણાવ્યા અનુસાર, યારે મેં તેમને પૂછયું ત્યારે તેમણે મને કહ્યું કે મેં ગુનો કર્યેા નથી, મને ફસાવવામાં આવ્યો છે. સીબીઆઈ અત્યાર સુધી નિર્ણાયક પુરાવા રજૂ કરી શકી નથી. તેમને તપાસ કરવા અને ગુનો સાબિત કરવા દો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application