‘હું સંપૂર્ણ સ્વસ્થ છું’ કપિલદેવે સ્વાસ્થ્યની માહિતી સાથે આપી દિવાળીની શુભકામના

  • November 13, 2020 04:02 PM 744 views

ભારતનાં પૂર્વ વિશ્વકપ વિજેતા કેપ્ટન કપિલ દેવની તાજેતરમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. કપિલ દેવની તબિયત અચાનક ખરાબ થતા તેના ફેન્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. લાખો લોકો કપિલદેવના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા હતાં ત્યારે આ તમામની દુવાઓ રંગ આવી છે. આથી કપિલ દેવે ફેંસનો આભાર માનતા પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી અને સાથે સાથે દિવાળીની શુભકામના પાઠવી હતી.

 

કપિલ દેવે સોશિયલ સાઈટ ટ્વિટર પર વિડીયો શેર કરતા કહયું હતું કે, તમામને હેપી દિવાળી, મને આશા છે કે આ વર્ષ બધા માટે ખૂબ ખુશીઓ લઈને આવશે. મારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે હું સંપૂણ સ્વસ્થ છું. મારું હૃદય બરાબર કામ કરી રહ્યું છે.’ ઉલ્લેખનીય છે કે ગુરુવારે શેર કરેલા વિડીયોમાં કપિલ દેવ ગોલ્ફ રમતા જોવા મળ્યા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application