Video: હૈદરાબાદમાં ટ્રાફિક કોન્સ્ટેબલ એમ્બ્યુલન્સ માટે રસ્તો ખાલી કરાવવા 2 કિમી સુધી સાથે દોડ્યો 

  • November 05, 2020 03:39 PM 2254 views

ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અટવાય ન જાય અને દર્દીનો જીવ જોખમમાં ન મુકાય તે માટે એક ટ્રાફિક કોન્સ્ટેબલે બિરદાવવા લાયક કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના હૈદરાબાદની છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે જેને એમ્બ્યુલન્સમાં બેઠેલી કોઈ વ્યક્તિએ ઉતાર્યો છે. 

આ ઘટના સોમવાર સાંજની હોવાનું જાણવા મળેલ છે. આ સમયે શહેરના માર્ગ પર સખત ટ્રાફિક હતો તેવામાં એક એમ્બ્યુલન્સ ત્યાં પહોંચે છે. ત્યારે આ ટ્રાફિક કોન્સ્ટેબલ લગભગ 2 કિમી જેટલું અંતર દોડીને કાપે છે અને એમ્બ્યુલન્સ માટે રસ્તો ખુલ્લો કરાવે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application