અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમનો ગુનો નોંધવામાં ફરિયાદ અરજી
ખંભાળિયા નગરપાલિકાની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં અહીંના ભારતીય જનતા પાર્ટીના એક મહિલા ઉમેદવારના પતિનો મોબાઈલ હેક કરી, કોઈ શખ્સો દ્વારા અન્ય પક્ષમાં મતદાન કરવા જણાવવામાં આવતા આ અંગે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધવા પોલીસમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા શહેરના વોર્ડ નંબર ચારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા હંસાબેન હરેશભાઈ બથવારના પતિ હરેશભાઈ દેવાભાઈ બથવારના મોબાઈલને કોઇ શખ્સોએ હેક કરી તેમના નંબર ઉપરથી કેટલાક વ્યક્તિઓને હવે તેઓ બહુજન સમાજ પાર્ટીમાં ભળી ગયા છે અને બહુજન સમાજ પાર્ટીમાં મતદાન કરવા અપીલ કરી હોવાનું જાહેર થયું છે.
આ કથિત ફોન પ્રકરણ અંગે ઉમેદવારના પતિ હરેશભાઈ બથવાર દ્વારા અહીંના પોલીસને લેખિત ફરિયાદ અરજી સંભવિત શકદારોના નામ સાથે પાઠવી, સંભવિત રીતે અન્ય પક્ષના ઉમેદવારોની સંડોવણી પ્રત્યે શંકા વ્યક્ત કરી, આ અંગે ગુનો નોંધી જરૂરી પગલાં લેવા અરજીમાં જણાવાયું છે.
ગઈકાલે મતદાન સમયે જ બહાર આવેલા આ કથિત બનાવે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો-કાર્યકરોને દોડતા કરી દીધા હતા અને આ વાત તદ્દન ખોટી હોવા અંગેના ખુલાસાઓ ઉમેદવારના પતિ દ્વારા કરવામાં આવ્યા હતા. આ અંગેેે અહીંના પી.આઈ. વી.વી. વાગડિયાએ કોલ ડીટેલ કઢાવી સાયબર ક્રાઇમ હેઠળ વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PM