BREAKING NEWS

કોડીનારના દેવલપુરમાં ઘર કંકાશમાં પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારનાર પતિ જેલહવાલે

  • May 27, 2026 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના દેવલપુર ગામમાં ઘર કંકાશમાં એક શખ્સે પોતાની નવપરિણીત પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા બાદ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી ગણતરીના કલાકોમાંજ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મળતી વિગત મુજબ, દેવલપુર ગામમાં રહેતા રવિ બાલુભાઈ સોલંકી (ઉં.વ. ૨૧) ના લ ત્રણ મહિના અગાઉ પોતાના ગામનીજ રાધિકા નામની યુવતી સાથે થયા હતા. શઆતમાં તેમનો સંસાર સુખેથી ચાલતો હતો, પરંતુ છેલ્લ ા ત્રણેક દિવસથી ઘરમાં નાની મોટી બાબતે ઘર કંકાશ શ થયો હતો અને બંને વચ્ચે સતત માથાકૂટ ચાલતી હતી. ગત તારીખ ૨૪ ના રોજ રાત્રિના સમયે આ જ બાબતે ઝઘડો ઉગ્ર બનતા, ઉશ્કેરાયેલા પતિ રવિએ પોતાના મ માંજ રાધિકાને વાયર વડે ગળે ટૂંપો આપીને જીવથી મારી નાખી હતી.
પત્નીની હત્યા કર્યા બાદ પાપી પતિએ સવારે ઊઠીને એવું નાટક રચ્યું હતું કે રાધિકાએ રાત્રે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
જો કે, ઘટનાની ગંભીરતા અને શંકાસ્પદ સંજોગોને જોતા પોલીસે મૃતદેહને જામનગર ખાતે ફોરેન્સિક પીએમ રિપોર્ટ માટે મોકલી આપ્યો હતો.
કોડીનાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.વી. હરિયાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાઇટર દિનેશભાઈ, સહદેવસિંહભાઈ , સર્વેલન્સ સ્કોર્ડ તથા પોલીસ સ્ટાફે ઐંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસે શંકાના આધારે મૃતકના પતિ રવિની કડક પૂછપરછ શ કરતા તે પોલીસ સામે વધુ સમય ટકી શકયો નહોતો અને ભાંગી પડો હતો.તેણે કબૂલાત કરી હતી કે તેની પત્ની છેલ્લ ા ત્રણ દિવસથી જમતી ન હોઈ, તેમજ કંકાશ કલેશ કરતી હોય જે બાબતે બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં આવીને તેણે પત્નીને વાયર વડે ટૂંપો આપી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી આરોપી પતિને કસ્ટડીમાં લઈ લીધો છે અને પી.આઈ. હરિયાણી આ મામલે આગળની કાયદેસરની તપાસ ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News