જામનગરમાં સરાજાહેર પત્નીની નિર્મમ હત્યા કરતો પતિ, સવારે શાળાએ જતી શિક્ષીકાને બેઠક પાસે આંતરી છરીના ઘા ઝીંકયા

  • June 07, 2021 11:42 AM 

સવારે શાળાએ જતી શિક્ષીકાને બેઠક પાસે આંતરી છરીના ઘા ઝીંકયા: ગૃહ કલેશના કારણે બનેલો બનાવ: આરોપીની અટકાયત: શહેરમાં અરેરાટી સાથે ચકચાર

 

જામનગરના મહાપ્રભુજીની બેઠક રોડ પર આજે સવારે શાળાએ જઇ રહેલી શિક્ષીકા પત્નીને આંતરીને છરીના ઘા ઝીંકી દઇ પતિ નાશી છુટયો હતો, દરમ્યાનમાં ગણતરીની મીનીટોમાં પોલીસે આરોપીને દબોચી લીધો હતો, પ્રાથમિક તપાસમાં લાંબા સમયથી ચાલતાં ગૃહ કલેશ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે, બીજી બાજુ પોલીસ દ્વારા મૃતકનું પીએમ કરાવવા અને બનાવ પાછળ ખરેખર કારણ શું છે ? તે જાણવા ચક્રો ગતિમાન કયર્િ છે, સવારે સરાજાહેર હત્યાનો બનાવ બહાર આવતાં લોકો ઘટના સ્થળે એકત્રીત થઇ ગયા હતાં, બનાવે શહેરમાં અરેરાટી સાથે ચકચાર જગાવી છે.

 

જાણવા મળતી વિગત મુજબ જામનગરના ગુલાબનગર વૃંદાવન સોસાયટી-2 અને હાલ હાલાર હાઉસ પાસે રહેતી નિતાબેન પ્રફુલભાઇ ડાભી (ઉ.વ.45) નામની યુવતિ થાવરીયા ગામની સ્કુલમાં ફરજ બજાવે છે, આજે વ્હેલી સવારે સ્કુલે જવા માટે નિકળ્યા હતાં, જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે નિતાબેન પહોંચ્યા હતાં તે વેળાએ પાછળથી આવેલા પતિએ આંતરીને તેણી કહે સમજે એ પૂર્વે છરીના ઘા ઝીંકીને અલોપ થઇ ગયો હતો. શિક્ષીકા લોહી લોહાણ હાલતમાં ત્યાં ઢળી પડયા હતાં, દરમ્યાનમાં આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતાં, સીટી-એ ડીવીઝન પોલીસની ટુકડી તાકીદે ઘટના સ્થળે દોડી આવી હતી.

 

લોહી લોહાણ હાલતમાં ઢળી પડેલી શિક્ષીકાને જી.જી.હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ જો કે તેણીનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું, સીટી-એ ડીવીઝન પીઆઇ એમ.જે.જલુ, પીએસઆઇ મોઢવાડીયા સહિતની ટુકડી દ્વારા પ્રાથમિક વિગતોના આધારે ચક્રો ગતિમાન કરવામાં આવ્‌યા હતાં, આરોપી પતિને દબોચી લેવાયો છે, પ્રાથમિક પૂછપરછમાં ઘણા સમયથી ચાલી રહેલા ઝઘડાનો કણ અંજામ આવ્‌યો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

 

પતિના હાથે પત્નીની કરપીણ હત્યાનો બનાવ સામે આવતાં ભારે અરેરાટી સાથે ચકચાર ફેલાઇ જવા પામી છે, ગૃહ કલેશ માત્ર બનાવ પાછળ કારણભૂત છે અન્ય કોઇ કારણ એ બાબતે પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર અને દ્વારકામાં છેલ્લા ટુંકાગાળામાં હત્યાના બનાવો એક પછી એક બહાર આવી રહ્યા છે, જો કે આ બનાવોમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકો-દિવસોમાં આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, મીની લોકડાઉન બાદ ઓનલાઇન શિક્ષણ પછી શાળાઓમાં મીની વેકેશન થયું હતું અને આજથી શાળા શ થતાં શિક્ષીકા નોકરી પર જવા માટે નિકળ્યા હતાં અને પાછળથી જમ બનીને આવેલા પતિએ ઢીમ ઢાળી દીધું હતું, પોલીસ દ્વારા આરોપીની પ્રાથમિક પૂછપરછ કરીને વિધીવત ધરપકડ કરવા તેમજ કોવીડ રિપોર્ટ કરાવવા માટે તજવીજ ચલાવવામાં આવી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS