સાસરામાં પત્ની પર અન્ય કોઈપણ હાથ ઉપાડે તો પણ જવાબદાર પતિ : સુપ્રીમ કોર્ટ

  • March 09, 2021 09:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે સોમવારે એક વ્યક્તિની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી, જેના પર તેની પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટે તેની જામીન અરજીને નકારી કાઢતાં કહ્યું હતું કે સાસરામાં પત્નીને થતી કોઈપણ ઈજા માટે પતિ પોતે જ જવાબદાર રહેશે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, જો સાસરામાં મહિલા પર અન્ય કોઈ સગા દ્વારા પણ હુમલો કરવામાં આવે તો પણ તેની પ્રાથમિક જવાબદારી તેના પતિની જ રહેશે.

 

 

જે મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી તેમાં પુરુષના આ ત્રીજા અને સ્ત્રીના બીજા લગ્ન હતા. લગ્નના એક વર્ષ પછી 2018 માં આ દંપતીને ત્યાં એક બાળકનો જન્મ થયો. ગયા વર્ષે જૂનમાં પોતાના પર થયેલા કથિત હુમલો બાદ મહિલાએ તેના પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ લુધિયાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ છે કે તેના સાસરિયાઓ દહેજ માંગે છે.

 

 

સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું, 'તમે કેવા માણસ છો? તમે તમારી પત્નીને મારવા ક્રિકેટ બેટનો ઉપયોગ કરો છો? 'મહાજને કહ્યું કે મહિલાએ તેના પતિના પિતા પર આરોપ લગાવ્યો છે કે તેણે બેટનો ઉપયોગ કર્યો હતો. આ તરફ સીજેઆઈએ કહ્યું, 'આ વાતથી કોઈ ફરક પડતો નથી કે મારનાર તમે છો કે  તમારા પિતા.. જ્યારે મહિલાના સાસરામાં બોલાચાલી થાય છે, ત્યારે પ્રાથમિક જવાબદારી પતિની હોય છે. આ પછી, ખંડપીઠે પતિની જામીન અરજી નામંજૂર કરી હતી. અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પણ તેના પતિને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS