પુત્રી અવતરતા પરિણીતાને ત્રાસ આપી, કાઢી મુકતો પતિ: ખંભાળિયાનો બનાવ

  • May 24, 2021 11:20 AM 

ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ ઉપર અજમેર પીરની ટેકરી પાસે રહેતા અને મુળ ગુરગઢ ગામના રહીશ એવા અકબર હારૂનભાઈ સંઘાર નામના 23 વર્ષના મુસ્લિમ યુવાનના લગ્ન ત્રણેક વર્ષ પૂર્વે આરંભડાના રહીશ ઈસાભાઈ મુસાભાઇ સંઘારની પુત્રી ગુલજાનાબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન પરિણીતા ગુલજાનાબેનને પુત્રીનો જન્મ થયો હતો. આ દરમિયાન પતિ અકબર દ્વારા પોતાના પત્નીને ઘરકામ બાબતે મેણા-ટોણા મારી દુઃખ- ત્રાસ આપવામાં આવતો હતો. આ વચ્ચે તેણીને પુત્રી અવતરતા અકબર દ્વારા "મારે દીકરો જોઈતો હતો, દીકરી કેમ આવી? તું અભાગણી છો"- એવા મેણા ટોણા મારી, એકાદ વર્ષ પહેલા મારકૂટ કરીને તેણી જોઈતી નથી અને માવતરે ચાલી જવાનું કહી ગુલજાનાબેનને નાની દીકરી સાથે ઘરની બહાર કાઢી મુકી હતી.

આ સમગ્ર બનાવ અંગે અહીંના મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી પતિ સામે આઈ.પી.સી. કલમ 498(એ) તથા 323 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS