રાજકોટમાં સ્વામીનાયરણ ચોક પાસે નવ માસથી માવતરના ઘર રિસામણે બેઠેલી પરિણીતાએ ગોંડલમાં રહેતા પતિ સહિતના સાસરીયાઓ સામે શારીરિક–માનસિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી હતી.
હાલ રાજકોટમાં સ્વામિનારાયણ ચોક પાસે શ્યામલ કોમ્પલેક્ષમાં માવતરના ઘરે રહેતી ડોલીબેન જીલભાઇ ખોદાણી (ઉ.વ ૨૭) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલમાં રહેતા પતિ જીલ નિલેશભાઈ ખોદાણી, સસરા નિલેશભાઈ, સાસુ જયશ્રીબેન, નણદં સાક્ષી, મોટા સસરા દિનેશ જયંતીલાલ ખોદાણી અને રાજકોટમાં દ્રારકાધીશ હાઈટસમાં રહેતા ફુવાજી સસરા મનીષ ભગવાનજીભાઈના નામ આપ્યા છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લ ગત તા. ૨૮૫૨૦૨૧ ના ગોંડલમાં રહેતા જીલ સાથે થયા હતા. જે લજીવન થકી સંતાનમાં દોઢ વર્ષની પુત્રી ઈશા છે. પતિ અને સસરા ગોંડલમાં તુલસી પાન એન્ડ કંપનીમાં ભાગીદારીમાં ધંધો કરે છે. લજીવનના એકાદ મહિનો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો બાદમાં પતિ નાની નાની વાતમાં બોલાચાલી કરતો પિયરમાં આવું હોય અથવા કોઇપણ કામ બાબતે પતિને પૂછવું પડતું પતિ કહેતો કે તારે મને કોઈ સલાહ આપવી નહીં મારે જેમ કરવું હશે એમ હત્પં કરીશ. પતિ ઇન્સ્ટાગ્રામ વાપરતો હોય જેમાં કોઈ અજાણી છોકરીઓના તથા ખરાબ આઇડીને ફોલો કરતો હોય જેથી તે બાબતે પત્નીએ પેજ ડીલીટ કરવા કહેતા પતિ જેમ ફાવે તેમ બોલી ગાળો આપી ઝઘડો કર્યેા હતો અને પતિ કહેતો કે મારે જેમ કરવું હશે તેમ કરીશ આ બાબતે પરિણીતાએ સાસુને વાત કરતા સાસુએ કહ્યું હતું કે, અમને તો ફેશનવાળી વહત્પ મળતી પણ મારે અમારા ઘરનું કામ કરાવવું હોય જેથી મિડલ કલાસની છોકરી જોઈતી હતી એટલે તારી સાથે લ કર્યા છે. જીલની કુંડળીમાં તો લવ મેરેજ છે.
પરિણીતાને સંતાનમાં પુત્રીની પ્રાિ થતા સાસુ કહેવા લાગ્યા હતા કે, અમારા કુટુંબમાં તો પહેલો દીકરો જ આવે તો તારી દીકરી આવી છે તેમ કહી મેણા ટોણા મારતા. સવારે ઊઠવામાં મોડું થાય તો સસરા કહેતા કે, અમારા કુટુંબમાં બધા વહેલા ઉઠી જાય છે તેમજ અમારા કુટુંબમાં બધા પિયરવાળા દહેજ આપે છે તેમ કહી દેહજ બાબતે સંભળાવતા હતા. નણદં પરિણીતા વિદ્ધ પતિની ચડામણી કરતી હતી.
ગત તા. ૨૩૫ ના પરિણીતાના મોટા સસરા દિનેશભાઈ ઘરે આવ્યા હતા અને આ સમયે પરિણીતા પુત્રીને ફીટીંગ કરાવતી હોય પરંતુ રસી હોવાના લીધે તે ફીટીંગ કરવા માટે સ્ટેબલ ન હોય સાસરિયાવાળા તેના પર દબાણ કરતા હતા. આ સમયે મોટા સસરાએ કહ્યું હતું કે, જીલ બીજા સાથે લીવીનમાં રિલેશન રાખશે જેથી પરિણીતાએ કહ્યું હતું કે, હત્પં હોવા છતાં રિલેશન કેમ રાખશે? જેથી મોટા સસરાએ ઉગ્ર થઈ પરિણીતાને ઝાપટ મારી દીધી હતી. કૌટુંબિક ફવાજી મનીષભાઈ સેજપાલ પરિણીતાના ચારિત્ર બાબતે ખોટી વાતો કરતા હતા. ગત તા. ૧૩૪૨૦૨૩ ના પરિણીતાનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હોય તેણે પતિનો ફોન માંગ્યો હતો પતિના ઇન્સ્ટાગ્રામ આઈડી માં જોતા જેઠાણી ના આઈડીમાં બેબી વાળી ચેટ વાંચી હતી જે ચેટ ડીલીટ કરવાનું કહેતા પતિ બોલાચાલી કરવા લાગ્યો હતો અને ઝઘડો કરી પત્નીનું માથું દીવાલમાં ભટકડવા લાગ્યો હતો. બાદમાં આ બાબતે પરિણીતાએ તેના ભાઈને ફોન કરી તેડી જવા માટે કહેતા ગત તા. ૧૪૪ ૨૦૨૪ ના તેનો ભાઈ ઘરે આવ્યો હતો અને તેને તેડી ગયો હતો ત્યારથી તે અહીં પિયરમાં છે.
દરમિયાન ગત તા. ૧૨૧૧૨૦૨૪ ના પરિણીતાના દાદીજી સાસુનું અવસાન થતાં તે અંતિમ ક્રિયા માટે જવા ઇચ્છતી હોય ગોંડલ જવા માટે નીકળતા શાપર પહોંચી હતી ત્યારે પરિણીતાના પિતાના ફોનમાં તેણીના મોટા સસરા દિનેશભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ડોલીને અત્યારે મોકલતા નહીં અહીં ઝઘડો થશે. જો અહીં આવશે તો અમે ફિટ કરાવી દઈશું હત્પં લોહાણા સમાજનો કારોબારી સભ્ય છું જો હત્પં કહત્પં એમ ના કયુ તો આ સમાજમાં ઉભા રહેવા લાયક નહીં મૂકુ. તેવું કહેતા પરિણીતાના અંતિમ ક્રિયામાં ગઈ ન હતી બાદમાં તેણે અંતે પતિ સહિતના સાસરીઓ સામે આ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech