વંથલીના વાડલા ફાટક ખાતે રહેતા એસટીના કર્મીએ દુબઈ સ્થિત પત્નીના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યાનો બનાવ નોંધાયો હતો.સુસાઇડ નોટમાં પત્ની અને તેના પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનું જણાવતા પુત્રએ તેની માતા અને પ્રેમી સામે પિતાને મરવા મજબૂર કર્યા અંગે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રા વિગત મુજબ વંથલીના વાઙલા ફાટક રોયલ હાઇટસ એપાર્ટમેન્ટના બી વિંગમાં રહેતા અને એસટીમાં નોકરી કરતા દીપકભાઈ અગ્રાવત (ઉં. વ ૪૪) ના પત્ની દક્ષાબેન દુબઈમાં કેર ટેકરની નોકરી કરી રહ્યા છે. દીપકભાઈએ તેના પત્નીનું વોટસએપ ચેટ જોતા તેમાં શ્યામ શાહ નામના યુવક સાથે પ્રેમ સંબધં હોવાનું માલુમ પડેલ હતું.
જેથી અવારનવાર દંપતિ વચ્ચે ઝઘડો થતો હતો. ત્યારબાદ માથાકૂટ કરી પત્ની દક્ષાબેન તેના ભાઈના ઘરે ચાલ્યા ગયેલ હતા અને ત્યાંથી ફરી દુબઈ નોકરી માટે ચાલ્યા ગયા હતા.દીપકભાઈ અગ્રાવતે દુબઈ તેના પત્ની દક્ષાબેન નો સંપર્ક કર્યેા પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો ત્યારબાદ શ્યામ શાહ નામના યુવકે દીપકભાઈને ફોનમાં દક્ષાબેન સાથે પ્રેમ સંબધં હોવાનું જણાવી હવે ફોન કરતા નહીં બાકી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત પત્ની દક્ષાબેને પતિ દીપકભાઈને ફોન કરી' હું પોતાની મરજી મુજબ જિંદગી જીવીશ કોન્ટેક કરતા નહીં બાકી હેરાન કરી ખોટા આક્ષેપ કરી ફસાવી દઈશ 'તેવી ધમકી આપી માનસિક ત્રાસ આપતા દિપકભાઈ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યેા હતો. મૃત્યુ પૂર્વે દિપકભાઈએ તેના માતાને મોબાઈલમાં મેસેજ કરી સુસાઇડ નોટ અંગે જણાવ્યું હતું. જેમાં મને માફ કરજે દીકરા આ લોકોથી કંટાળી હું દુનિયા છોડી જાઉં છું લખ્યું હતું. પિતાએ કરેલા આપઘાતના બનાવ મામલે સુસાઇડ નોટના આધારે વંથલી પોલીસમાં પુત્ર મોહિતે માતા દક્ષાબેન અને તેના પ્રેમી શ્યામ શાહ સામે પિતાને મરવા મજબૂર કર્યા અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો
April 19, 2025 12:35 PMઓખામાં પરપ્રાંતીય માછીમાર યુવાનને હાર્ટ એટેક
April 19, 2025 12:32 PMખોડીયાર કોલોની વિસ્તારમાં ભારે પવનના કારણે ઘટાદાર વૃક્ષ ધરાશાયી
April 19, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech