BREAKING NEWS

ટંકારામાં આડા સંબંધની શંકાએ પત્નીની હત્યા કરી પતિનો આપઘાતનો પ્રયાસ

  • May 22, 2026 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટંકારા તાલુકાના સરાયા ગામે ખેત મજુરી કરતા દંપતીમાં ઝઘડો થયો હતો પત્નીના આડા સંબંધની જાણ થતા પતિએ ઈંટના ઘા મારી પત્નીની હત્યા નીપજાવી હતી ટંકારા પોલીસે આરોપી પતિ વિદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ટંકારાના સરાયા ગામના રહેવાસી અનિલ જશમતભાઈ ઢેઢીએ આરોપી લમણ રેવસિંગ કતીજા રહે સરાયા મૂળ રહે એમપી વાળા વિદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી લમણના પત્ની કમાંબેનને અન્ય સાથે આડા સંબધં હોવાની શંકા રાખી કમાંબેનને માથામાં ઈંટ વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી ફરિયાદી સવારે ઘરે હોય ત્યારે કાકા ખીમજીભાઈએ ફોન કરી જણાવ્યું કે વાડીમાં કામ કરતા લમણભાઈની પત્ની કમાંનું મોત થયું છે. જેથી ફરિયાદી અનિલભાઈ વાડીએે પહોંચ્યા હતા યાં વાડીની ઓરડી બાજુમાં કમાંબેનનો મૃતદેહ પડો હતો અને મૃતદેહ પાસે એક ઈંટ પડી હતી જેમાં પણ લોહી હતું બનાવ અંગે આરોપી લમણને પૂછતાં કમાંને બીજા સાથે આડા સંબધં હતા જે સાં નહિ લાગતા ઈંટ વડે માર મારતા તેનું મોત થયું હતું તેમ આરોપી પતિએ જણાવ્યું હતું જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડો છે અને આરોપી પતિ પણ બનાવ બાદ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડો છે ટંકારા પોલીસે આરોપી પતિ વિદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application