ગોંડલમાં ત્રણ દિવસ પૂર્વે પતિએ પત્નીને છરીના ઘા મારી હત્યા નિપજાવી પતિ ફરાર થઇ ગયો હતો જેને પકડવા પોલીસે જુદી જુદી ટીમ બનાવી તજવીજ શ કરી હતી દરમિયાન હત્યારા પતિને ગોંડલ સીટી પોલીસે વોરા કોટડા રોડ પરથી ઝડપી લઇ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગોંડલના વોરા કોટડા રોડ ઉપર પંચપીરની ધાર પાસે રહેતી મનીષાબેન મનસુખભાઇ સોલંકી (ઉ.વ.૨૫)ની પરિણીતાને પતિ દિનેશ જીતુભાઇ ડાભીએ તા.૧૪ સરકારી હોસ્પિટલ પાસે આંતરી તે માં સમાજમાં નાક કપાવ્યું છે હત્પં તાં નાક કાપીશ કહી પીઠ પાછળ છરીના ઘા ઝીકતા પરિણીતા લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડતા માણસો ભેગા થઇ જવાથી દિનેશ નાસી છૂટો હતો. પરિણીતાને પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દમ તોડી દીધો હતો. ઘટનાના પગલે મૃતક પરિવારજનોની ફરિયાદ પરથી ગોંડલ પોલીસે હત્યારા પતિ દિનેશ સામે ગુનો નોંધી ઝડપી પાડવા માટે ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઇ એ.સી.ડામોરના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટિમ બનાવી તપાસ શ કરી હતી દરમિયાન સર્વેલન્સ સ્કવોડની ટીમને ટેકિનકસ સોર્સ અને હ્યુમન રિસોર્સના આધારે ખાનગીરાહે બાતમી મળી હતી કે, દિનેશ ઉર્ફે મદ્રાસ જીતુભાઇ ડાભી તેના ઘરે આવ્યો છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દિનેશને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech