અમેરિકામાં 10 દિવસમાં બીજી વખત મોટું વાવાઝોડું ત્રાટકશે. મિલ્ટન વાવાઝોડાને લઈને ફ્લોરિડામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નેશનલ હરિકેન સેન્ટરે તેને સૌથી વિનાશક વાવાઝોડાની કેટેગરી 5માં રાખ્યું છે. આ કેટેગરીના વાવાઝોડાને કારણે જાન-માલનું મોટું નુકસાન થવાનું જોખમ છે. વાવાઝોડું મિલ્ટન આજે ફ્લોરિડાના ટેમ્પા ખાડી સાથે ટકરાઈ શકે છે. સત્તાવાળાઓએ તોફાનના કારણે 1 મિલિયનથી વધુ લોકોને ટેમ્પા ખાડી વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, જેના પરિણામે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ અને બળતણની અછત સર્જાઈ હતી.
વાવાઝોડાને કારણે ટેમ્પા ખાડીના ઉત્તર અને દક્ષિણના દરિયાકિનારા પર 10 થી 15 ફૂટ ઊંચા મોજાં ઉછળવાની ધારણા છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટરે 254 મીમી કે તેથી વધુ વરસાદની આગાહી કરી છે, પૂરનું જોખમ પણ બાકી છે. વાવાઝોડાને કારણે એર ટ્રાફિકને ખરાબ રીતે અસર થઈ છે, લગભગ 900 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી છે. 1,500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
વાવાઝોડું મિલ્ટન હાલમાં મેક્સિકોના અખાતમાંથી પસાર થઈ રહ્યું છે. ગઈકાલ સુધી તોફાનની ઝડપ 285 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ દરમિયાન ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. લગભગ 5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અગાઉ અમેરિકામાં હેલેન વાવાઝોડાએ તબાહી મચાવી હતી. હેલેન વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 225 લોકોએ જીવ ગુમાવ્યા છે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે વાવાઝોડાને કારણે રાષ્ટ્રપતિ જો બાઈડેને જર્મની અને અંગોલાનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે. યુએસ પ્રમુખ જો બિડેને ફ્લોરિડામાં હરિકેન મિલ્ટન લેન્ડફોલ કરે તે પહેલા જે લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech