મિલ્ટન હરિકેનથી અમેરિકામાં 50 લાખ લોકો વિસ્થાપિત: 32 લાખ ઘરમાં વીજળી ગુલ

  • October 11, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના ફ્લોરિડામાં હરિકેન મિલ્ટન જબરી તબાહી મચાવી રહ્યું છે અને હવે આગળ વધી રહ્યું છે.તેની ભયાનકતાને ધ્યાને લઈ 50 લાખ લોકોને દરિયા કિનારો છોડીને સલામત સ્થળે ચાલ્યા જવા ચેતવણી આપવામાં આવી છે.ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડાને કારણે જોરદાર પવન અને તોફાની મોજાઓ સમસ્યા સજીર્ શકે છે.સદીનું સૌથી મોટું વાવાઝોડું ખતરનાક સમસ્યા સજીર્ શકે છે.
હરિકેન મિલ્ટનએ ફ્લોરિડામાં ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી છે.આ વાવાઝોડું મિલ્ટન ગુરુવારે સવારે અમેરિકન રાજ્ય ફ્લોરિડાના સિએસ્ટા કી શહેરના દરિયાકાંઠે ત્રાટક્યું હતું .
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, રાજ્યની 20 થી વધુ કાઉન્ટીઓએ ફરજિયાત અને સ્વૈચ્છિક સ્થળાંતરના આદેશો જારી કયર્િ છે. અધિકારીઓએ સ્થળાંતર આદેશ હેઠળ આવતા લોકોને કડક ચેતવણી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે જીવલેણ તોફાન મેક્સિકોના પૂર્વીય ખાડીમાંથી પસાર થઈને ફ્લોરિડા પહોંચશે. યુએસ નેશનલ વેધર સર્વિસના નેશનલ હરિકેન સેન્ટરે ફ્લોરિડાના રહેવાસીઓને તેમની તૈયારીઓ પૂર્ણ કરવા અપીલ કરી છે, કારણ કે તેની સ્થિતિ ધીમે ધીમે બગડશે.
ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે ટ્વિટર પર લખ્યું છે કે,આ તોફાન મહા ભયંકર વિનાશ સજીર્ શકે છે.ઇમરજન્સી મેનેજમેન્ટના ફ્લોરિડા વિભાગે એક્સ પર ચેતવણી આપી હતી કે વાવાઝોડાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ભારે પવનના લીધે વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો હતો, જેના કારણે 32 લાખથી વધુ ઘરોમાં વીજળીનો પુરવઠો ઠપ થઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application