કયારેક ગામડાંઓ અને શહેરોમાં સૂર્યાસ્ત થતાંની સાથે જ ઝાંય– ઝાંયનો અવાજ સંભળાતો. એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે સમયની સાથે તમરાઓનું આ સંગીત શહેરોમાં વિલીન થઈ રહ્યું છે. આનું સૌથી મોટું કારણ પર્યાવરણમાં સતત વધી રહેલો માનવ અવાજ છે ડેનવર યુનિવર્સિટીના સંશોધકોએ તમરાઓ પર વધતા માનવ અવાજની અસરોનું મૂલ્યાંકન કયુ. ત્રણ વર્ષના લાંબા સંશોધનના પરિણામો બીએમસી ઇકોલોજી એન્ડ ઇવોલ્યુશન જર્નલમાં પ્રકાશિત થયા છે.
આ મુજબ માનવીના વધતા ઘોંઘાટને કારણે માત્ર તમરાઓનું સંગીત જ ધીમુ નથી પડું પરંતુ તેનું આયુષ્ય પણ ઘટી ગયું છે. સંશોધનના મુખ્ય લેખક, રોબિન એમ. ટિંગીટેલ્લા કહે છે કે ધ્વનિ પ્રદૂષણને કારણે તમરાઓ જેવા નાના જીવોની સંખ્યામાં ઘટાડો ઇકોસિસ્ટમને ગંભીર અસર કરી શકે છે. પૃથ્વી પરની ૯૫ ટકાથી વધુ પ્રજાતિઓ બેકબોન્સ વગરની છે. તેમાં જંતુઓ, કરચલો, ઝીંગા, ગોકળગાય, ઓકટોપસ, સ્ટારફિશ વગેરેનો સમાવેશ થાય છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઘોંઘાટના આપેલ સ્તર પછી તમરાઓમાં પુખ્તાવસ્થા સુધી ટકી રહેવાની શકયતા ઓછી છે. માદા તમરાઓ કેટલા બાળકો પેદા કરે છે તેના પર આધાર રાખે છે કે તે કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થા વચ્ચે કેવા ઘોંઘાટનો સામનો કરે છે. સંશોધકો કહે છે કે અન્ય જંતુઓ કે જેઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે અવાજ પર આધાર રાખે છે તે પણ વધી રહેલા અવાજ પ્રદૂષણથી પ્રભાવિત થઈ શકે છે.
વૈજ્ઞાનિકોએ તમરાઓના કુદરતી રહેઠાણમાં ટ્રાફિકના અવાજનું પણ પરીક્ષણ કયુ હતું. તે ૬૦–૭૦ ડેસિબલ્સ સુધી હતું, જે વેકયૂમ કલીનરના અવાજની સમકક્ષ છે. સંશોધનોએ દર્શાવ્યું છે કે ૭૦ ડેસિબલ અવાજના સંપર્કમાં આવતા ક્રિકેટમાં શાંત વાતાવરણમાં જોવા મળતા તમરાઓ કરતાં પુખ્તાવસ્થા સુધી ટકી રહેવાની શકયતા ૩૫ ટકા ઓછી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMઅનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી
April 24, 2025 12:23 PMખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
April 24, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech