રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં કાયમી ધોરણે સફાઈ કામદારોની ભરતી કરવાની માંગ સાથે લાંબા સમયથી યુનિયનના નેતા પારસ બેડીયા દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અગાઉ અનેક વખત રજૂઆતો કરી આવેદનપત્રો પાઠવવામાં આવ્યા બાદ પણ ભરતી કરવામાં આવતી ન હોય આજે અંદાજે 300થી વધુ સફાઈ કામદારો રેલી સ્વરૂપે સેન્ટ્રલ ઝોન કચેરીએ થસી આવ્યા હતા અને કોર્પોરેશન ચોકમાં રસ્તા ઉપર બેસી જઈને ચક્કાજામ સજીર્ દીધો હતો.
સફાઈ કામદારોની મુખ્ય માંગણીઓ એવી છે કે તેમના તમામ પડતર પ્રશ્નો ઉકેલવામાં આવે તેમજ કાયમી ધોરણે સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે છેલ્લા 25 વર્ષમાં રાજકોટ શહેરમાં 10થી વધુ ગામો ભળી જતા વસ્તી અને વિસ્તાર વધ્યા છે પરંતુ સફાઈ કામદારોની સંખ્યા જેટલી હતી એટલી જ રહી છે.આથી સ્ટાફ સેટઅપ રિવાઇઝ કરવામાં આવે અને અંદાજે 6,000થી વધુ સફાઈ કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે. જ્યારે બીજી બાજુ મહાપાલિકા તંત્ર કોન્ટ્રાક્ટ બેઝ પર કામદારો ની ભરતી કરે છે મતલબ કે કામદારોને પગાર કોન્ટ્રાક્ટર ચૂકવે અને તેઓ કોન્ટ્રાક્ટરના કર્મચારી કહેવાય તે રીતે કામદારોને નોકરી આપે છે પરંતુ આ રીતે અપાતી નોકરીમાં સફાઈ કામદારોનું તમામ પ્રકારે શોષણ થતું હોવાની વ્યાપક ફરિયાદો છે. આથી કાયમી ધોરણે ભરતી કરી કામદારોને નોકરી આપવામાં આવે તેવી માંગણી સાથે આજે વધુ એક વખત સફાઈ કામદારોએ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વ્યાપક દેખાવો કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાં પડેલા શિયાળનું સફળ રેસ્કયુ
January 29, 2025 11:35 AMભાણવડની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ગુનો
January 29, 2025 11:32 AMકેનેડાએ જ ગેરકાયદેસર સ્થળાંતર, ગુનાહિત પ્રવૃત્તિઓનો માહોલ બનાવ્યો
January 29, 2025 11:32 AMમુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રવેશ માટે ’ડ્રેસ કોડ’
January 29, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech