પોતાની લાંબા સમયથી પડતર વિવિધ માગણીઓ ઉકેલવા માટે અને વીડિયો કોલિંગ ની નવી સિસ્ટમ દ્રારા મહિલાઓની પ્રાઇવસી નો ભગં થતો હોવાની બાબતને લઈને આજે રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે હજારો મહિલા આંગણવાડી કર્મચારીઓએ હલ્લાબોલ મચાવ્યું હતું વિડીયોકોલ ની નવી સિસ્ટમનો વિરોધ કરતા સુત્રો પોકાર્યા હતા અને સવારથી બપોર સુધી મહિલાઓએ ઘરણાના કાર્યક્રમો યોજાયા હતા.
આંગણવાડી મહિલાઓની પડતર માગણીઓ ઉકેલવા સરકારે કોઈ બેઠક યોજતા આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રની આંગણવાડી મહિલાઓ આશા વર્કર અને ફેસિલિયેટર દ્રારા સડ હડતાલ પાડીને કામકાજથી દૂર રહ્યા હતા.ગુજરાત આશા હેલ્થ વર્કસ યુનિયનના રાજકોટના પ્રમુખ અલકાબેન ભટ્ટ મંત્રી ચંદ્રિકાબેન સુદાણી મોરબીના આશા વર્કર ભૂમિબેન પંડા શિલ્પાબેન પાડલીયા મણી બેન ઘોડાદ્રા વગેરે એ જણાવ્યું હતું કે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે અને તારીખ ૧૭ ના રોજ વધુ બહેનો તેમાં જોડાશે. રાજકોટની માફક ભાવનગર મોરબી અમરેલી પોરબંદર જુનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયતે દેખાવો કરતાં પહેલાં મહિલાઓ જુબેલી ગાર્ડનમાં આવેલ અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે એકત્ર થયા હતા અને હોલમાં મહિલાઓ સમાઈ શકે તેમ ન હોવાથી જુબેલી ગાર્ડનમાં એકત્ર થઈને સૂત્રોચાર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબામણબોર ચેકપોસ્ટ પાસે બે ટ્રકમાંથી રૂપિયા ૩૫.૪૨ લાખનો દારૂ ઝડપાયો
February 24, 2025 03:40 PMવિધાનસભામાં રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફટેજ લીંક થવાનો મામલો ગાજ્યો
February 24, 2025 03:39 PMબોર્ડ નિગમ ક્રમશ: બધં કરવાની દિશામાં આગળ વધતી સરકાર: ચુપચાપ અમલવારી
February 24, 2025 03:36 PMન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech