સૌરાષ્ટ્ર ગુજરાતનું ન.૧ ખેડૂતો માટે તીર્થધામ સમું અને ધાણા નું હબ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ છે. અંદાજે ૧.૨૫ લાખ ગુણી ધાણાની આવક નોંધાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણા થી ઉભરાયું હતું. આગામી દિવસોમાં હોળી - ધુળેટીનો પર્વ આવતો હોય મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પોહચ્યા હતા. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા યાર્ડના મેદાનમાં જગ્યા ટૂંકી પડી હતી અને લોકોની દુકાને ધાણા ઉતારવાની ફરજ પડી હતી.
યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવે છે. ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડને પોતાનું માર્કેટિંગ યાર્ડ ગણે છે. આ વખતેની ધાણાની સારી એવી આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડ દ્વારા ધાણાની આવકની જાહેરાત કરવામાં આવતા સૌરાષ્ટ્રભરના ખેડૂતો મંગળવારને સવારથી યાર્ડની બહાર લાંબી કતાર લગાવી દેવામાં આવી હતી.યાર્ડ ની બહાર બંને બાજુ ૬ થી ૭ કિલોમીટર અને ૧૪૦૦થી ૧૫૦૦ વધુ વાહનોની લાંબી કતાર લગાવવામાં આવી હતી. હરરાજીમાં ખેડૂતોને ધાણા ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૦૦૦થી ૨૦૨૬ સુધીના બોલાયા હતા.તેમજ ધાણી ના ભાવ રૂપિયા ૧૧૦૦/- થી ૨૫૦૦ સુધીના બોલાયા હતા. ખેડૂતોના માલની સંપૂર્ણ સુરક્ષા આપતું ગોંડલ યાર્ડ અવ્વલ રહ્યું છે સાથે સાથે પોષણક્ષમ ભાવ પણ ખેડુતો ને મળતા રહે તે માટે અગ્રેસર હોઈ તેથી જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર ભરના જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, મોરબી, ભાવનગર સહિતના જિલ્લ ાઓ માંથી ખેડૂતો પોતાનો માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech