સમગ્ર રાજ્યમાં હાલ સેવાસેતુ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લાના પાત્રતા ધરાવતા લોકોને પણ સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી યોજનાઓનો એક જ જગ્યાએથી લાભ મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે તે હેતુથી વિવિધ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરના ટાઉનહોલ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં આવકનો દાખલો કઢાવવા માટે આવેલા જયદીપભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, આવકનો દાખલો કઢાવવા માટે સેવા સદન જવું પડે અને ત્યાં જઈને પ્રક્રિયા કર્યા બાદ દાખલો મળે છે. પરંતુ સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એક જ સ્થળે લોકોને અનેક સુવિધાઓનો લાભ મળે છે. મે આજે આવકનો દાખલો કઢાવ્યો છે તે પ્રક્રિયા સરળ રીતે એક જ વખતમાં પૂર્ણ થઈ છે. તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું.
આધાર કાર્ડમાં તાત્કાલિક સુધારાઓ થતાં સરકારનો આભાર વ્યક્ત કરતાં મોહન પરમાર
સરકાર દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુના ૧૦મા તબ્બકાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સરકારના ૧૩ વિભાગોની વિવિધ ૫૫ જેટલી સુવિધાઓનો સીધો લાભ નાગરિકોને એક જ સ્થળે આપવામાં આવશે. આ કાર્યક્રમ આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી ચાલશે. સેવાસેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની સેવાઓ અને યોજનાઓ સીધી નાગરિકોને પૂરી પાડીને સુશાસનને વધારવાનો છે. ત્યારે જામનગર જિલ્લાના ટાઉનહોલ ખાતે તા.૨૧-૨૨ સપ્ટેમ્બર બે દિવસ દરમિયાન સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થયું છે.
સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડમાં સુધારો કરાવવા આવેલા મોહનભાઈ પરમારે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓના આધારકાર્ડમાં ઘણા સમયથી સુધારો કરાવવાનો હતો. અને સેવાસેતુ કાર્યક્રમ અંગે જાણ થતાં આધારકાર્ડનો સુધારો કરાવવા તેઓ પહોંચ્યા હતા. સ્થળ પર ઉપસ્થિત કર્મચારીશ્રીઓએ પૂરો સહયોગ આપી આધારકાર્ડમાં જે સુધારાઓ કરવાના હતા તે તાત્કાલિક કરી દીધા હતા. અને સ્થળ પર જ સમસ્યાનું નિવારણ આવતા તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech