રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડમાં વરિયાળીની મબલખ આવક થઇ રહી છે અને પ્રતિ 20 કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.1100થી 1700 સુધી ઉપજી રહ્યો છે.
વિશેષમાં યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત વર્ષે વરિયાળીમાં રૂ.4000થી 4500 સુધીના સારા ભાવ ઉપજતા આ વર્ષે ખેડૂતોએ વરિયાળીનું વાવેતર વધાર્યું હતું અને વાવેતર વધતા ઉત્પાદન પણ વધુ આવ્યું છે જેના લીધે સતત વરિયાળીની આવક ચાલુ રહી છે. સૌરાષ્ટ્રમાં વરિયાળીનું વેંચાણ રાજકોટ માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડમાં વધુ થાય છે તદઉપરાંત ઉત્તર ગુજરાતના યાર્ડમાં વરિયાળીના સારા ભાવ ઉપજે છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 4000 બોરી વરિયાળીની આવક થઇ હતી અને દરેક બોરીમાં સરેરાશ 50 કિલોની ભરતી હોય છે એ મુજબની ગણતરીએ આજે બે લાખ કિલોની આવક થઇ હતી. વરિયાળીમાં ખૂબ સારૂં ઉત્પાદન આવ્યું હોય ઉનાળો પૂર્ણ થશે ત્યાં સુધી આવકો ચાલુ રહેશે તેવો નિર્દેશ વેપારી વર્તુળોએ આપ્યો હતો.સૂત્રોએ ઉમેર્યું હતું કે ઘઉં અને મસાલાની સીઝન હવે પૂર્ણ થવામાં છે તદઉપરાંત હાલ હિટ વેવ, મેરેજ સીઝન સહિતના કારણે અન્ય તમામ જણસીઓનો આવકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech