અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં સતત ખટાશ આવવાથી આર્થિક અનિશ્ચિતતાઓમાં વધુ વધારો થયો છે. આ અઠવાડિયે શેરબજારમાં બે રજાઓ છે - 14 એપ્રિલે આંબેડકર જયંતિ છે જ્યારે શુક્રવારે ગુડ ફ્રાઈડે છે. આથી આ સપ્તાહમાં શેર બજારમાં સુધારો થવાની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે જયારે ફુગાવો પણ થોડો ઘટે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ગયા અઠવાડિયે શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. આનું મુખ્ય કારણ યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર ટેરિફ લાદવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર 90 દિવસનો વિરામ હતો. આ બધા વચ્ચે, અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં સતત ખટાશ આવવાથી આર્થિક અનિશ્ચિતતાઓમાં વધુ વધારો થયો છે. આ અઠવાડિયે શેરબજારમાં બે રજાઓ છે , આજે આંબેડકર જયંતિ છે, જ્યારે શુક્રવાર (18 એપ્રિલ) ગુડ ફ્રાઈડે છે. આથી આ મુદ્દાઓમાં બજારનો રુખ સમજીએ.
ફુગાવાનો ડેટા
ભારતીય બજારની વાત કરીએ તો, બધાની નજર 15 એપ્રિલે આવતા માર્ચ મહિનાના ફુગાવાના દર પર રહેશે, જે ગયા મહિના એટલે કે ફેબ્રુઆરીમાં 3.61 ટકા હતો. રિઝર્વ બેંક પાસે નરમ નીતિ વલણ જાળવવાની પણ તક હશે. નિષ્ણાતો માને છે કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે આગામી સમયમાં ફુગાવો વધુ નીચે આવી શકે છે.
ક્રૂડ ઓઇલના ભાવ
બજારની ગતિવિધિ મોટાભાગે તેના પર પણ આધાર રાખે છે કે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર રહે છે કે વધઘટ ચાલુ રહે છે. ગયા અઠવાડિયે લગભગ ચાર વર્ષના નીચલા સ્તરે $64.76 પ્રતિ બેરલ બંધ થયા પછી બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ થોડો સુધર્યો. જો તેલના ભાવ ઘટશે તો તે ભારત જેવા દેશો માટે સારી વાત હશે, અને તેનાથી સરકારની નાણાકીય ખાધ પણ ઓછી થશે.
યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક
ચીનનો પ્રથમ ત્રિમાસિક ગાળાનોજીડીપી વૃદ્ધિદર અને આ અઠવાડિયે આવી રહેલી યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક પણ વૈશ્વિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. રોઇટર્સના એક મતદાન મુજબ, ચીનનો GDP વૃદ્ધિ દર CY25 ના પહેલા ક્વાર્ટરમાં 5.1 ટકા થઈ શકે છે જે 2024 ના ચોથા ક્વાર્ટરમાં 5.4 ટકા હતો. જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બેંક ડિપોઝિટ રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 2.25 ટકા કરી શકે છે.
ટેરિફ યુદ્ધ
અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ પણ બજારની ગતિવિધિઓને મોટા પ્રમાણમાં નિર્ધારિત કરશે. ચીને અમેરિકા સામે વળતો પ્રહાર કરતા ટેરિફ દર ૧૨૫ ટકા સુધી વધારી દીધા છે. બીજી તરફ, અમેરિકાએ ચીનથી આયાત થતા સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સને ટેરિફમાંથી મુક્તિ આપી છે, જે એપલ માટે મોટી રાહત માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech