સુપ્રીમનો સવાલ લીવ ઈન રિલેશનશીપમાં રહેતા કપલ વચ્ચેના શારીરિક સંબંધને રેપ કેવી રીતે ગણી શકાય?

  • March 01, 2021 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લગ્નની જવાબદારીઓથી દૂર રહેવા માટે લીવ ઈન રિલેશનશીપનો ટ્રેંડ ખૂબ વધ્યો છે. જોકે આ લીવ ઈન રિલેશનશીપનો મીસયુઝ થતો પણ જોવા મળે છે. તાજેતરમાં બે વર્ષથી લીવ ઈન રિલેશનશીપમાં રહેતી એક મહિલાએ પુરુષ ઉપર રેપનો આરોપ લગાવ્યો હતો અને કેસ કર્યો હતો. જોકે જસ્ટિસ બોબડેએ મહિલાનો કેસ ફગાવ્યો હતિ અને કહ્યું હતું કે લીવ ઈન રિલેશનશીપમાં રહેતા કપલ વચ્ચે શારીરિક સંબંધને રેપ ગણી શકાય નહીં.

 

જસ્ટિસ બોબડેએ કહ્યું કે લગ્નનું ખોટું વચન આપવું ખોટું છે. કોઈએ પણ લગ્નની ખોટી લાલચ ન આપવી જોઈએ અને સંબંધનો અંત ન લાવવો જોઈએ. પરંતુ આ વાતથી જાતિય સંબંધ રેપ છે તેવું સાબિત થતું નથી. કોર્ટે કહ્યું હતું કે અમે અગાઉના એક ચુકાદામાં આ કેસનું સમાધાન કરી ચૂક્યા છીએ. ઉલ્લેખનીય છે કે  સુપ્રીમ કોર્ટ એક પુરુષની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ પુરુષ પર છેલ્લા બે વર્ષથી લીવ ઈન રિલેશનશીપમાં રહેતી એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો હતો. આ પુરુષે બીજી મહિલા સાથે લગ્ન કરી લેતા તેણે પુરુષની સામે રેપની ફરિયાદ દાખલ કરાવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે 2019 માં એફઆઈઆર રદ કરવાની અરજદારની અરજી રદ કરી દીધી હતી. હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમમાં પડકારયો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application