BREAKING NEWS

રાજકોટમાં ધાણીફૂટ ફાયરિંગ કરનારાનું નામ ‘પેંડા ગેગ’ કેવી રીતે પડ્યું? હાલ કેટલા સભ્યો, જાણો તમામના નામો અને તેના પર કેટલા ગુના

  • November 12, 2025 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મંગળા રોડ પર પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે ધાણીફૂટ ફાયરિંગ થયું હતું. જેનાથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ ઘટનાને લઈને શહેર આખામાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, પોલીસે પોતાની લાલ આંખ કરી આ ગુનામાં સંડોવાયેલા એક પછી એક આરોપીને ઝડપવાનું શરૂ કર્યું અને તેમના પર ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડા ગેંગના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં 71 ગુના રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, ઉપરાંત જામનગર અને મહેસાણામાં નોંધાઈ ચુક્યા છે. 


આ રીતે ‘પેંડા ગેંગ’ નામ પડ્યું

પોલીસની પૂછપરછમાં એવી વિગત સામે આવી હતી કે આ ગેંગનું નામ શક્તિ ઉર્ફે પેંડાના નામે પાડવામાં આવ્યું હતું. શક્તિના મોત પછી તેના સાગરિતો એકઠા થયા હતા અને ગેંગ બનાવવાનું શરૂ કર્યું હતું. એક બાદ એક લોકો ગેંગમાં જોડાતા ગયા અને જોતજોતામાં ગેંગમાં સામેલ લોકોની સંખ્યા 17 સુધી પહોંચી ગઈ હતી. જો કે આ પછી ગેંગનું નામ પાડવાનો સમય આવ્યો ત્યારે તમામે તેના મોત પામેલા મિત્ર શક્તિ ઉર્ફે પેંડાનું નામ ગેંગને આપવું જોઈએ તેવું નક્કી કરીને ગેંગને 'પેંડાગેંગ' નામ આપ્યું હતું.​​​​​​​


પેંડા ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોકનો ગુનો

કુલ 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપી દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, રણજિત ઉર્ફે કાનો ટિકિટ ગોહેલ, હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોડી જાડેજા, પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા, રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા, હર્ષદીપસિંહ ઝાલા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા, પરિમલ ઉર્ફે પપરિયો સોલંકી, દિનેશ ઉર્ફે કાંચો ટમટા, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, કમલેશ મેતા, સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે મહેન્દ્રસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.


17 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આરોપી દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ વિરુધ્ધ કુલ 10 ગુના

જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ વિરુધ્ધ કુલ 9 ગુના

ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા વિરુધ્ધ કુલ 8 ગુના

ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ વિરુધ્ધ કુલ 3 ગુના

રણજિત ઉર્ફે કાનો ટિકિટ ગોહેલ વિરુધ્ધ કુલ 10 ગુના

હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોડી જાડેજા વિરુધ્ધ કુલ 7 ગુના

પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા વિરુધ્ધ કુલ 7 ગુના

રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા વિરુધ્ધ કુલ 11 ગુના

હર્ષદીપસિંહ ઝાલા વિરુધ્ધ કુલ 7 ગુના

જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા વિરુધ્ધ કુલ 11 ગુના

પરિમલ ઉર્ફે પપરિયો સોલંકી વિરુધ્ધ કુલ 4 ગુના

દિનેશ ઉર્ફે કાંચો ટમટા વિરુધ્ધ કુલ 7 ગુના

જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા વિરુધ્ધ કુલ 4 ગુના

કમલેશ મેતા વિરુધ્ધ કુલ 3 ગુના

સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે મહેન્દ્રસિંહ ઝાલા વિરુધ્ધ કુલ 6 ગુના



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News