ગુજરાત કેવી રીતે સલામત ? : રાજ્યમાં રોજ 4 માસૂમ બાળકી દુષ્કર્મનો શિકાર

  • September 16, 2020 11:38 AM 297 views

ગુજરાતમાં વર્ષ 2016થી 2018 એમ ત્રણ વર્ષના સમય ગાળામાં બાળકીઓ પર દુષ્કર્મની 3,743 ઘટનાઓ બની છે, પોક્સો કાયદા હેઠળની દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે, વર્ષ 2016માં 1,054, વર્ષ 2017માં વધીને 1,233 તો વર્ષ 2018માં વધીને 1,456 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે.


ગુજરાતમાં વર્ષ 2018માં રોજ ચાર બાળકી પીંખાઈ છે તેમ કેન્દ્રના ગૃહ મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવાયું છે. બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બાદ કાયદામાં કડક જોગવાઈ પછીયે ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. વર્ષ 2018માં બાળકીઓ પર દુષ્કર્મની દેશમાં કુલ 21,605 ઘટનાઓ બની છે. સૌથી વધુ ઘટનાઓ મહારાષ્ટ્રમાં 2,832 બની છે.


બીજા નંબરે ઉત્તર પ્રદેશમાં 2,023, ત્રીજા ક્રમે કણર્ટિકમાં 1,457 અને ચોથા ક્રમે ગુજરાતમાં 1,456 ઘટનાઓ બની છે. આ ઉપરાંત ઓડિસામાં 1,427, પશ્ચિમ બંગાળમાં 1,378, છત્તીસગઢમાં 1,214, તેલંગાણામાં 1,140, હરિયાણામાં 1,068, મધ્યપ્રદેશમાં 1,047 ઘટનાઓ બની છે. ઉલ્લેખનીય છે કે પોક્સોના કેસોમાં આરોપીઓને સજાનું પ્રમાણ પણ નહિવત્ છે.


ગુજરાતમાં પહેલી એપ્રિલ 2019થી 31મી માર્ચ 2020ના એક વર્ષના અરસામાં કસ્ટોડિયલ ડેથની કુલ 65 ઘટનાઓ બની છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પાસેથી આ સત્તાવાર માહિતી મંગળવારે સામે આવી છે.ગુજરાતમાં જે કુલ 65 ઘટના બની છે તેમાં પોલીસ કસ્ટડીમાં 12નાં મોત થયા છે તો જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ 53ના મોત થયાં છે. દેશમાં કુલ પોલીસ કસ્ટડીમાં 113 અને જ્યુડિશિયલ કસ્ટડીમાં 1,584 મૃત્યુ થયા છે.આમ દેશમાં કસ્ટોડિયલ ડેથની કુલ 1,697 ઘટના બની છે. દેશમાં 112ના એન્કાઉન્ટર થયા છે, ગુજરાતમાં એક પણ ઘટના બની નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application