પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ સમુદાયના લોકોને નિશાન બનાવવું સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ શું જાણો છો કે જ્યારે દેશનું વિભાજન થયું અને પાકિસ્તાન અલગ ઇસ્લામિક દેશ બન્યું ત્યારે ત્યાં કેટલા હિન્દુ મંદિરો હતા? જાણો પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો હતા અને હવે કેટલા બાકી રહ્યા છે.
પાકિસ્તાનમાં મંદિરો પર થાય છે હુમલા
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓને નિશાન બનાવીને તેમની હત્યા કરવી અને તેમના ધાર્મિક સ્થળોની છેડતી કરવી સામાન્ય બની ગઈ છે. પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ વારંવાર હિંદુ મંદિરોને નિશાન બનાવે છે અને તેને તોડી પાડવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત આવા વીડિયો શેર કરવામાં આવે છે, જેમાં કટ્ટરપંથીઓ હિંદુ મંદિરો અને દેવી-દેવતાઓના ફોટાને નષ્ટ કરતા જોવા મળે છે.
પાકિસ્તાનમાં કેટલા મંદિરો છે?
ત્યારે સવાલ એ થાય કે પાકિસ્તાનમાં કેટલા મંદિરો છે? મળતી માહિતી મુજબ, આઝાદીના સમયે પાકિસ્તાનના ભાગમાં ઘણા મંદિરો આવ્યા હતા પરંતુ હાલમાં પાકિસ્તાનમાં મંદિરોની સંખ્યા નહિવત છે. કારણ કે પાકિસ્તાનમાં આઝાદી બાદથી મંદિરો તોડવામાં આવી રહ્યા છે, એટલું જ નહીં કટ્ટરવાદીઓએ ઘણા મંદિરોના નિશાન પણ ભૂંસી નાખ્યા છે.
પાકિસ્તાનમાં મંદિરો તોડવામાં આવી રહ્યા છે
પાકિસ્તાનથી આઝાદીના આટલા વર્ષો પછી પણ મંદિરો તોડવાની અને હિન્દુ સમુદાયના લોકો પર હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. આજે પણ હિન્દુ પરિવારો ત્યાં માત્ર મજબૂરીમાં જ રહે છે. પાકિસ્તાન હિંદુ રાઈટ્સ મૂવમેન્ટ અનુસાર, જ્યારે 1947માં વિભાજન થયું ત્યારે પાકિસ્તાનના ભાગમાં 428 મંદિરો હતા પરંતુ 1990ના દાયકા સુધીમાં 408 મંદિરો રેસ્ટોરન્ટ, હોટેલ, સરકારી શાળા અથવા મદરેસામાં ફેરવાઈ ગયા હતા.
માત્ર આટલા હિંદુ મંદિરો બાકી
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દારા ઈસ્માઈલ ખાને પાકિસ્તાનમાં કાલીબારી મંદિરની જગ્યાએ તાજમહેલ હોટેલ બનાવી છે. પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં એક હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે અને ત્યાં મીઠાઈની દુકાન ખોલવામાં આવી છે, જ્યારે કોહાટના શિવ મંદિરમાં હવે એક શાળા ચલાવવામાં આવે છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં હવે માત્ર 22 હિંદુ મંદિરો જ બચ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં સૌથી વધુ 11 મંદિરો છે. આ સિવાય પંજાબમાં ચાર, પખ્તુનખ્વામાં ચાર અને બલૂચિસ્તાનમાં ત્રણ મંદિર છે. આ મંદિરોમાં નજીકમાં રહેતા હિન્દુ સમુદાયના લોકો તેમની પૂજા અને જાળવણી કરે છે. પાકિસ્તાનમાં હજુ પણ લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે અને તેઓને ધર્મ પરિવર્તન કરવા મજબૂર કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech