ભારતીય રેલ્વેમાં આ સિસ્ટમ ચલાવતા તત્રં અને બાબુઓની સમજણ અને અસંવેદનશીલતા કઇ હદે મારી પરવારી છે તેનું આનાથી વરવું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે. ભારતીય રેલ્વે દ્રારા શહેરના પેરા–એથ્લેટસને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઉપરની બર્થ ફાળવવામાં આવી હતી. આ ખેલાડીઓ ગોવામાં ૨૨મી નેશનલ પેરા એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાંથી પરત ફરી રહ્યા હતા. આવી સ્થિતિમાં વિકલાંગ ખેલાડીને પડતી મુશ્કેલીની પીડા તેઓ જ સમજી શકે છે. તેના ઉપર, યારે ટીટીઇ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમની તરફથી પણ કોઈ મદદ મળી ન હતી.આથી ખેલાડીઓ માં ભારે રોષ છવાયો હતી..
ગોવામાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતનાર પેરા–એથ્લીટ સુવર્ણા રાજે કહ્યું કે કોઈ પણ રાષ્ટ્ર્રીય રમતવીર બની શકે છે, દેશને ગૌરવ અપાવી શકે છે, પરંતુ તેમની સાથે ત્રીજા વર્ગના નાગરિકની જેમ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. સુવર્ણા રાજ એ એથ્લેટસમાં પણ હતી જેમને અપર બર્થ ફાળવવામાં આવી હતી. તેણે કહ્યું કે તેણે બુકિંગ સમયે તેની વિકલાંગતા વિશે જાણ કરી હતી, પરંતુ તેમ છતાં તેને ત્રણ–સ્તરના એસી કમ્પાર્ટમેન્ટમાં આરએસી હેઠળ અપર બર્થ ફાળવવામાં આવી હતી.
સુવર્ણા રાજે કહ્યું કે યારે અમે પેસેન્જરોને તેમની સીટ બદલવા માટે કહ્યું તો તેઓએ તેમ કરવાની ના પાડી દીધી. અમે ટીટીઇ પાસે ગયા, તેમણે પણ અમને મદદ ન કરી. તેમણે પૂછયું કે જો અમારે સ્પેશિયલ સીટ જોઈતી હોય તો અમે અગાઉથી ટિકિટ કેમ બુક ન કરાવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech