અમદાવાદના પાલડી વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ બંધ રહેતો હતો, પરંતુ તેની અંદરથી 100 કરોડનું સોનું અને કરોડો રૂપિયા રોકડા એટલે કે કુબરેનો ખજાનો મળ્યો હોય તેવું સામે આવ્યું હતું. મહેન્દ્ર શાહ ઉર્ફે કાળીયો અમદાવાદના પાલડી વિસ્તારના એક ફાઈનાન્સરોના સંપર્કમાં હતો. જે તે સમયે તે નાની શેરબજારની સ્ક્રીપ્ટ ચલાવતો અને ડબ્બા ટ્રેડિંગ કરતો એટલે તે અનેક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો. જેમાં અમદાવાદના એક RTGSના ખેલાડી સાથે પણ તે સંપર્કમાં આવ્યો અને મેઘ શાહે તેની સાથે હાથ મિલાવીને શેરબજારની સ્ક્રીપ્ટનો કારોબાર શરૂ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
RTGSમાં સામાન્ય રીતે ઓનલાઇન સટ્ટાના રૂપિયા અમુક ટકાથી રોકડમાં કન્વર્ટ કરી આપવામાં આવતા હતા. જેના બદલે ભાડેથી એકાઉન્ટની વ્યવસ્થા કરવામાં આવતી હતી અને આ આખા રેકેટમાં આ RTGSના ખેલાડી પર EDની તપાસ પણ થઈ ચૂકી છે, ત્યારે અમદાવાદના આશ્રમ રોડના એક ફાઈનાન્સરે બહુ મોટી રકમ મહેન્દ્ર શાહ ઉર્ફે કાળીયો અને તેના પિતાને આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હવે કઈ દિશામાં ATSની તપાસ થાય છે તે ખબર નહીં પણ અમદાવાદના સૂત્રો પાસેથી આટલી માહિતી તો જરૂર સામે આવી રહી છે.
પિતા-પુત્ર બે-ત્રણ વર્ષ પહેલાં આર્થિક રીતે ખૂબ તકલીફમાં હતા તેવું સૂત્રોએ જણાવ્યું છે. તેના એક એપાર્ટમેન્ટની લેણી રકમ માટે ઉઘરાણી થતી હતી જે માટે તે બજારમાંથી હાથ ઉછીના રૂપિયા શોધતા હતા. એટલું જ નહીં તેઓ ખૂબ જ આર્થિક સંકળામણમાં હતા, પરંતુ તેમના હાથમાં રાતોરાત લોટરી લાગી હોય તેવું નથી અથવા એવું પણ કશું થયું નથી કે તેમની પાસે આટલો મોટો કુબેરનો ખજાનો આવી જાય, પરંતુ અમદાવાદના એક જાણીતો RTGSમાં ખેલાડી જે ઘણા બુકી માટે જે ઓનલાઇન સટ્ટાની રકમ ઉઘરાવે છે. તેઓની રકમ એટલે કે, એકાઉન્ટના રૂપિયા અમદાવાદમાં રોકડ કરી આપવા માટે આખી સિસ્ટમ ચલાવે છે, જેને મેઘ સાથે સંપર્ક થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ધીમે ધીમે બંને હાથ મિલાવ્યો અને બંનેની ગાડી ધીમે ધીમે વધારાના રૂપિયાને કઈ રીતે કન્વર્ટ કરવા અને શેરબજારમાં કઈ રીતે રોકી ક્રિપ્ટોમાં ખેલ પાડવા તે અંગે પાસા સીધા પડવા માંડ્યા અને તેઓ કરોડોમાં રમતા થઈ ગયા હતા જે વિગત સૂત્રોએ જણાવી છે.
ડબા ટ્રેડિંગમાં નફા-નુકસાનની લેવડ-દેવડ રોકડમાં થતી હતી
મહેન્દ્ર શાહ અને મેઘ શાહ મોટા બિલ્ડરો અને જ્વેલર્સને વ્યાજે પૈસા ધીરવા ઉપરાંત શેરબજારની જેમ જ ડબા ટ્રેડિંગના વ્યવહારો કરતા હતા. પરંતુ સોદા તેમના અંગત સોફ્ટવેરમાં નાખતા હતા. ડબા ટ્રેડિંગમાં મોટાપાયે શેરના સોદા થતા હતા અને ગ્રાહકો વતી ખરીદી કરે તો શેરે 25થી 50 પૈસા વધારે બતાવતા હતા અને વેચે તો ઓછા બતાવતા હતા. આમ મોટી કટકી કાઢી લેતા હતા. આવા સોદા કરી તેમણે સ્ટેમ્પ ડ્યૂટી, ટ્રાન્ઝેક્શન ટેક્સ સહિતના ટેક્સની પણ ચોરી કરી છે. ટ્રેડિંગના નફા-નુકસાનની લેવડ-દેવડ રોકડમાં થતી હતી.
મેઘ શાહનો મુંબઈમાં વૈભવી ફ્લેટ, દુબઈમાં જંગી રોકાણ
ડબા ટ્રેડિંગ, એન્ટ્રી, ઓપરેટરો સાથે સેટિંગ અને દાણચોરીમાં સંડોવાયેલા મેઘ શાહની જીવનશૈલી ખૂબ વૈભવી છે. મુંબઈના પોશ વિસ્તારમાં તાજેતરમાં જ તેણે એક વૈભવી ફ્લેટ ખરીદ્યો હતો. આ ઉપરાંત કાળા-ધોળાના કમિશન પેટે મળતા પૈસાનું દુબઈમાં મોટાપાયે રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
જમીનોનો પણ ખૂબ મોટો ધંધો કરે છે
સ્ક્રીપ્ટમાં નાની સ્ક્રીપ્ટને રાતોરાત મોટી કરવા માટે મેઘ મહેન્દ્ર શાહ દ્વારા બજારમાંથી એક સાથે મોટી રકમની જરૂર હોવાથી તેઓ આશ્રમ રોડના એક ફાઇનાન્સના સંપર્કમાં આવ્યા છે. જમીનોનો પણ ખૂબ મોટો ધંધો કરે છે. ધીમે ધીમે રૂપિયા આવતા પોલિટિકલ બેગ્રાઉન્ડ પણ વધતું ગયું અને મોટા પ્રમાણમાં રૂપિયા આવતા નાની કંપનીઓને હર્ષદ મહેતાની જેમ અપડાઉન કરીને તેઓ સ્ક્રીપ્ટમાં કઈ રીતે રોકાણ કરવું તેવું સમજાવતા હતા. ઘણી વખત આ લોકો સાથે કોઈ બર્ટર હોય તેવું પણ ચર્ચામાં છે. અને આટલી મોટી રકમ આવતા લોકોએ ભેગા મળીને દેશના આર્થિક પાસાને એટલે કે ટેક્સ ચોરી કરીને દેશ સાથે ગદ્દારી કરી હોવાનું સામે આવ્યું છે.
કેવી રીતે શેર બજારમાં કમાતા
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેન્દ્રએ અમદાવાદના એક બિલ્ડરની કંપનીના શેરના ભાવોમાં ખોટી રીતે ભાવમાં ઘટાડો વધારો કરીયો જેના કારણે નાના રોકાણકારોના કોરોડ રૂપિયા સ્ક્રીપ્ટમાં ડૂબ્યા. આ કંપનીના શેર પહેલા રૂપિયા 10 કર્યા અને પછી સેલ કરી રૂપિયા 1 થવા દીધો અને પછી પાછા ચાર રૂપિયા કર્યા. આમ કરી તેણે અને તેના પાર્ટનરે કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા. કહેવાય છે કે, આ પાર્ટનર બીજી એક નેશનલ કંપનીની સ્ક્રીપ્ટને મેન્યુપ્લેટ કરવામાં સંડોવાયો છે. આ પ્રકારની પ્રવૃત્તિ SEBI દ્વારા બેન છે.
DRI અને ATSએ જપ્ત કરેલો મુદ્દામાલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech