માત્ર ભારતીયો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માતા–પિતા બાળકોની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રહેવાની ટેવ અને તેના પ્રભાવની પર તેની પ્રતિકૂળ અસરથી ચિંતિત છે. ૨૭ દેશોના યુરોપિયન યુનિયને બાળકોની ઓનલાઈન સુરક્ષા કરવામાં નિષ્ફળ રહેવા બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સંચાલન કરતી કંપની મેટા સામે નવી તપાસ શ કરી છે. યુરોપિયન કમિશને આ જાહેરાત કરી હતી.
યુરોપિયન કમિશને કહ્યું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમનો ઉપયોગ કરી રહ્યા છે જે બાળકોની બિનઅનુભવીતા અને નબળાઈનો લાભ લઈ શકે છે અને તેમને વ્યસનયુકત વર્તનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. યુરોપિયન કમિશન તેની તપાસ પૂર્ણ કરવા માટે કોઈ સમયમર્યાદા નથી. જો તપાસમાં મેટા દોષી ઠરશે તો નિયમો અનુસાર કંપનીની વાર્ષિક વિશ્વભરની આવકના છ ટકા સુધીનો દડં થઈ શકે છે. યુરોપમાં, ફકત ૧૩ વર્ષથી વધુ ઉંમરના બાળકોને જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મંજૂરી છે.
યુરોપિયન કમિશનને શંકા છે કે મેટા ડિજિટલ સર્વિસ એકટ (ડીએસએ)નું સંપૂર્ણ પાલન કરી રહ્યું નથી. બાળ સુરક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ડીએસએ હેઠળ નવી તપાસ શ કરવામાં આવી છે. આ વર્ષની શઆતમાં, બાળકોની સુરક્ષાની ચિંતાઓને કારણે ટીકટોક પર પણ તપાસ શ કરવામાં આવી હતી. કમિશને કહ્યું કે તે ચિંતિત છે કે બાળકો યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સિસ્ટમનો ઉપયોગ કરે છે ત્યારે તેના પર કહેવાતા રેબિટ હોલની અસર થાય છે જે તેમને ખલેલ પહોંચાડતી સામગ્રી તરફ દોરી જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech