પોરબંદર તાલુકાના ૧૫ ગામના ૪૩૪ કુટુંબોને ૨૧.૫૦ લાખની ઘરવખરી સહાય ચુકવાઇ

  • September 12, 2024 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર તાલુકાના ૧૫ ગામના ૪૩૪ કુટુંબોને ૨૧.૫૦ લાખની ઘરવખરી સહાય આપવામાં આવી છે.
પોરબંદર તાલુકાના ૧૫ ગામના ૪૩૪ કુટુંબોને ૨૧.૫૦ લાખની ઘરવખરી સહાય ચુકવાઇ છે.જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારીની ટીમે સર્વેની કામગીરી કરી જરૂરીયાતમદં પરિવારોને સરકારની સહાયનો લાભ આપ્યો છે.પોરબંદર જિલ્લામાં જુલાઈ માસ અને ઓગસ્ટ માસ દરમિયાન વરસાદ પડો હતો. જિલ્લામાં પડેલ વરસાદના કારણે મોટાભાગના ગ્રામ્યપંથકમાં લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા હતા, અને આશ્રય સ્થાનમાં અસરગ્રસ્તોનું સ્થળાંતર કરી ભોજન તથા આરોગ્યની તકેદારી લેવામાં આવી હતી. ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા કલેકટર  એસ. ડી. ધાનાણી પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ તેઓ માટે ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ પુરી પાડવા સુચના આપી હતી. અને વરસાદે વિરામ લીધો હતો,જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરીયાતમદં પરિવારોના ઘરોમાં પાણી ઘુસી જવાના કારણે ઘરની ઘરવખરી પાણીમાં પલળી જતા તેઓને થયેલ નુકસાનીની સહાય આપવાની સરકાર દ્રારા જાહેરાત કરવામાં આવી હતી. જેથી જિલ્લા વિકાસ અધિકારી  કે. બી. ઠકકર અને તાલુકા વિકાસ અધિકારી  આર પી મકવાણાની ટીમ દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી.પોરબંદર તાલુકામાં અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરાયો હતો.૧૫ જેટલા ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જવાના કારણે સર્વે કરી ૪૩૪ કુટુંબોને સહાય ચુકવવામાં આવી છે.વર્ષાઋતુ ૨૦૨૪ અંતર્ગત પોરબંદર તાલુકાના ૧૫ ગામોમાં ઘરવખરીની ૨૧.૫૦ લાખ રૂપિયાની સહાયનું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application