ભોગ બનનારને સરકારની વીક્ટિમ કમ્પેન્સેશન યોજના હેઠળ રૂ. ૬ લાખનું વળતર ચુકવવા આદેશ
જામનગર શહેરમાં ૨૦૧૬ ની સાલ ના એક કેસમાં ભાડુતની સગીર વયની પુત્રી સાથે દુષ્કૃત્ય બદલ પોક્સો કાયદાની ખાસ અદાલતે મકાન માલિકને ૧૦ વર્ષની જેલ સજા અને રૂ. ૧૫ હજાર દંડનો હુકમ કર્યો છે.
આ કેસની વિગતો મુજબ ડ્રાઈવીંગનું કામ કરતા આરોપી રામસંગ બાલુભા જાડેજા (ઉ.વ.૫૧) સામે પોતાના ભાડુતની સગીર પુત્રીને અડપલા કર્યા બાદ તેના સાથે એકથી વધુ વખત બદકામ કરવા અંગે તા. ૧ જાન્યુઆરી-૨૦૧૭ના રોજ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પરથી પોલીસે - આરોપી વિરૂધ્ધ દુષ્કર્મની અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો)ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ હતી, અને અદાલતમાં ચાર્જશીટ કરાયું હતું.
જે કેસ અત્રેની પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે ભોગ બનનારનું નિવેદન, પુરાવા, સરકારી વકીલ એમ. પી. જાનીની રજૂઆતો અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ના રોજ આપેલા ચુકાદામાં આરોપીને દુષ્કર્મ હેઠળ તકસીરવાન ઠેરવીને ૧૦ વર્ષની જેલ સજા અને પોક્સોની કલમો હેઠળ ૩ થી પાંચ વર્ષની જેલ તેમજ કુલ રૂ. ૧૫ હજાર દંડનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સાથે નાની ઉંમરમાં બનાવ બન્યો હોવાથી તેને સરકારની વીક્ટિમ કમ્પેન્સેશન યોજના હેઠળ રૂ. ૬ લાખ વળતર ચુકવવામાં આવે. તેવો પણ કોર્ટે આદેશ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ: વડાપ્રધાન મોદી
February 24, 2025 03:01 PMસુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત
February 24, 2025 02:59 PMબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech