શહેરના આમ્રપાલી ફાટકથી એરપોર્ટ ફાટક તરફ જવાના રસ્તે ચુડાસમા પ્લોટ નજીક આવેલી સ્વસ્તિક સોસાયટીમાં આવેલા મકાનમાં આજરોજ વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી.જેની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે અહીં પહોંચી આગ કાબુમાં લીધી હતી. આગ બહાર ફળીયાના ભાગે લાગી હોઇ ઘરમાં પરિવારના પાંચ લોકો ફસાઇ જતા તેમને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતાં.
આગની આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ,સ્વસ્તિક સોસાયટીમાં રહેતાં અને ઘરે જ ધોબી કામ, લોન્ડ્રી કામ કરતાં અમીતભાઇ હસમુખભાઇ ભાવસાર (ઉ.વ.૪૨)ના ઘરમાં આજરોજ વહેલી સવારે પોણા છ વાગ્યા આસપાસ આગ ભભૂકતાં બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ફાયર ફાઇટર અને બચાવ સામગ્રી સાથે અહીં પ્હોંચી ગઇ હતી. આગ ઘરના ફળીયામાં લાગી હતી. ફળીયામાં રાખેલા બે ટુવ્હીલર જીજે૦૩એનડી–૮૫૬૨ તથા જીજે૦૩જેએમ–૭૨૧૨ સળગી જતાં નુકસાની થઇ હતી. તેમજ ફળીયામાં ડ્રાયકલીનીંગ માટે આવેલા અલગ–અલગ ગ્રાહકોના ૧૫૦ જેટલા કપડા રાખેલા હતાં તે પણ બળી ગયા હતાં.
વધુમાં જણાવ મળતી વિગતો મુબજ,ફળીયામાં આગ ભભૂકી હોઇ મુખ્ય દરવાજો બધં થઇ ગયો હતો. ઘર અંદર અમિતભાઇ ભાવસાર તેમજ તેમના માતા મીનાબેન ભાવસાર (ઉ.૭૦), પત્નિ આશાબેન ભાવસાર (ઉ.૩૮), પુત્ર પ્રેમ ભાવસાર (ઉ.૨૨) અને પુત્રી હર્ષી ભાવસાર (ઉ.૧૭) ફસાઇ ગયા હતાં.ફાયરના સ્ટાફે તે તમામને રેસ્કયુ કરી કબચાવી લેવાયા હતાં. અમીતભાઇના ભાઇના જણાવ્યા મુજબ થ્રીફેઇઝ વિજલાઇન લેવામાં આવી હોઇ સંભવત તેમાં શોર્ટ સરકિટના લીધે આગ લાગી હોવાનું અનમાન લગાવવામાં આવી રહ્યું છે. સદ્દનસિબે ઘરના તમામ સભ્યો સહીસલામત રીતે બહાર આવી ગયા હતાં. બનાવને પગલે રહેવાસીઓના ટોળા અહીં એકત્રીત થઇ ગયા હતાં.ફાયર બ્રિગેડના અધિકારી જોબન, સ્ટાફના હરેશભાઇ, મેહત્પલભાઇ, રોહીતભાઇ, વિલેશભાઇ, શબ્બીરભાઇ સહિતે આગ બુઝાવવાની અને પરિવાજનોને બચાવવાની કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech