રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તા.૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છની રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ઉપસ્થિત રહેનાર દેશ -વિદેશના મહાનુભાવો માટે રાજકોટ શહેરની મોટાભાગની હોટલો અને રિસોર્ટ બુક કરવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને તેના સહયોગમાં રાજકોટ મહાનગરપાલિકા તંત્ર કામે લાગ્યું હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હાલની સ્થિતિએ ન્યારી રોડ ઉપરનું લગૂન રિસોર્ટ, અવધ રોડ ઉપર ટીજીબી, ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર હોટલ ફોર્ચ્યુંન અને કુવાડવા રોડ ઉપરની હોટેલ ફર્ન રેસીડેન્સી તેમજ હોટલ ઈમ્પિરિયલ પેલેસ ખાતે મહેમાનોને ઉતારો આપવા પ્રાથમિક નિર્ણય થયો છે પરંતુ હજુ સુધી આ અંગેની સતાવાર જાહેરાત કરાઇ નથી. હોટેલ બુકિંગની આ કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઇ રહી છે પરંતુ મહેમાનોને રોકાવા માટે જે હોટલ કે રિસોર્ટનું બુકિંગ કર્યું છે કે કરવામાં આવનાર છે તેના એન્ટ્રી અને એક્ઝિટ વે ઉપરના રોડ ઉપર પેવર કરવા, વૃક્ષોનું ટ્રીમિંગ કરવા, એક પણ એલઇડી લાઇટ બંધ ન રહે કે લબક ઝબક થતી સ્થિતિમાં જોવા ન મળે, મુખ્ય માર્ગ તેમજ આજુ બાજુની શેરીઓ ગલીઓમાંથી પણ લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવા, રખડું કૂતરા સહિતના પશુઓ જપ્ત કરવા તેમજ સઘન સફાઇ કરવા મહાપાલિકા તંત્ર દ્વારા આદેશ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application