મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર-૧ ની સામે વડવાજડી ગામ પાસે રૂડા દ્વારા બંધ કરવામાં આવેલ શ્રી હરસિધ્ધિ નામની હોટલ ચાલુ હોય જે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ધ્યાને આવતા પોલીસે અહીં પુછતાછ કરી હતી. દરમિયાન હોટલ સંચાલકે પોલીસ સ્ટાફને ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં પોલીસે તેને બોલેરોમાં બેસાડવાની કોશિશ કરતા લાત મારી સરકારી વાહનનો કાચ ફોડી નાખ્યો હતો. આ અંગે હોટલ સંચાલક અને તેના ભાઈ વિરુદ્ધ પીએસઆઇની ફરિયાદ પરથી ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
બનાવ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન.બી. ઝાલાની ફરિયાદ પરથી લોધિકાના વડવાજડી ગામે રહેતા બળવંતસિંહ પ્રતાપસિંહ પરમાર અને તેના ભાઈ પ્રદીપસિંહ પરમાર વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ સ્ટાફે મોડીરાત થઈ ગઈ હોવાથી આ લોકોને ઘરે જતું રહેવાનું કહ્યું હતું
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઇ તા. 1/6 ના રાત્રીના મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીએસઆઇ ઝાલા તથા એએસઆઇ સુરભીબેન, હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ, કોન્સ્ટેબલ પ્રવીણભાઈ, અનિલભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મેટોડા જીઆઇડીસી ગેટ નંબર-૧ સામે વડવાજડી ગામ પાસે આવેલી શ્રી હરસિધ્ધિ હોટલ કે જ્યાં વિવાદ વાળી જગ્યા હોય અને આ સ્થળે અવારનવાર ઝઘડા થતા હોવાથી રૂડા દ્વારા તે હોટલ સીલ કરાઈ હતી. તે હોટલના પતરાના શેડ નીચે ધંધો ચાલુ હોય હોટલે તપાસ કરતા તે ખુલી જોવા મળી હતી એટલું જ નહીં અહીં લોકોનું ટોળું પણ હોય પોલીસ સ્ટાફે મોડીરાત થઈ ગઈ હોવાથી આ લોકોને ઘરે જતું રહેવાનું કહ્યું હતું.
બોલેરોના જીપના કાચ લાત મારી તોડી નાખી નુકસાન કર્યું હતું
આ સમયે હોટલ પર હાજર સંચાલક બળવંતસિંહ પાસે હોટલ ચાલુ રાખવા અંગે કાગળો માંગતા તે ઉશ્કેરાયો હતો અને પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફને ગાળો ભાંડવા લાગ્યો હતો. દરમિયાન તેણે પોતાના ભાઈ પ્રદિપસિંહને ફોન કરી ફોન સ્પીકર પર રાખતા તેણે પણ પોલીસ સ્ટાફને ગાળો ભાંડી હતી. ત્યારબાદ બળવંતસિંહએ પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરતા તેને સમજાવ્યો હતો. પરંતુ તે નહીં સમજતા તેને પોલીસ મથકે લઈ જવા માટે પોલીસે જીપમાં બેસાડવાની કોશિશ કરતા તેણે ગાડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી બોલેરોના જીપના કાચ લાત મારી તોડી નાખી નુકસાન કર્યું હતું.
ભાઈ પ્રદીપસિંહને ઝડપી લેવા તપાસ યથાવત રાખી
બનાવ અંગે પીએસઆઇની ફરિયાદ પરથી પોલીસે આ બંને ભાઈઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી મેટોડા જીઆઇડીસી પીઆઇ એસ.એચ. શર્માની રાહબરીમાં તપાસ હાથ ધરી બળવંતસિંહની ધરપકડ કરી જ્યારે તેના ભાઈ પ્રદીપસિંહને ઝડપી લેવા તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech