શહેરના રેલનગર પાસે આવેલા સંતોષીનગરમાં રહેતા અને હોટલમાં કૂક તરીકે નોકરી કરનાર નેપાળી યુવાને દુપટ્ટાથી ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. યુવાને ક્યાં કારણોસર આ પગલું કરી લીધું તે જાણી શકાયું ન હોય પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, સંતોષીનગરમાં રહેતાં લોકબહાદુર બહાદુરભાઇ બુધ્ધા (ઉ.વ.૪૩) નામના યુવાને સાંજે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે યુવાનને જોઇ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ ડી. એસ. ગજેરાએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકિકત આપઘાત કરનાર લોકબહાદુર કિબહાદુર ચાર ભાઈ અને ત્રણ બહેનમાં બીજા હતા. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.પોતે હોટેલમાં કૂક તરીકે કામ કરતાં હતાં. સાંજે પત્નિ બહારના ઘરકામ કરીને પોતાના ઘરે આવ્યા ત્યારે પતિ લટકતાં જોવા મળતાં દેકારો મચાવી મુકતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં અને ૧૦૮ બોલાવી હતી, પણ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. માનસિક તણાવને કારણે પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application