સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દેનાર ખ્યાતિકાંડની વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં ભાગીદાર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે. આ પહેલા પોલીસે 7 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ હજી પણ ફરાર છે.
રાજશ્રીની આગોતરા જામીન અરજી રદ થઈ હતી
ખ્યાતિકાંડ મામલે છેલ્લા એક મહિનાથી ફરાર આરોપી રાજશ્રી કોઠારી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે 5 ડિસેમ્બરે ફગાવી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ઘણા સમયથી રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલને શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા, જેમાં અલગ અલગ પક્ષો દ્વારા આગોતરા જામીનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી હતી અને તે આ હોસ્પિટલના આખા કૌભાંડમાં કઈ રીતની સામેલ હતી એ અંગેની તપાસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે મહત્ત્વની થઈ ગઈ છે. રાજશ્રી કોઠારી આટલા સમય સુધી કોને મળી હતી અને તેને મદદ કરવા માટે ઘણા બધા લોકોએ પ્રયાસ કર્યો હોય એવું પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું છે. તે છેલ્લા ઘણા સમયથી પોતાના કોન્ટેક્ટ બંધ કરીને રાજસ્થાનની અલગ અલગ જગ્યાએ ફરતી હોવાનું જાણવા મળ્યું છે.
ખ્યાતિકાંડમાં અત્યારસુધી કેટલા આરોપી ઝડપાયા?
ખ્યાતિકાંડમાં ઝડપાયેલા આરોપીઓમાં ડો. પ્રશાંત વઝીરાણી, ચિરાગ હીરાસિંહ બગીસિંહ રાજપૂત, મિલિન્દ કનુભાઈ અમરતલાલ પટેલ, રાહુલ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન, પ્રતિક યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ, પંકિલ હસમુખભાઈ મોહનભાઈ પટેલ, ડો. સંજય પટોળિયા, રાજશ્રી કોઠારીનો સમાવેશ થાય છે. જ્યારે કાર્તિક પટેલ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. જેનું છેલ્લુ લોકેશન દુબઈમાં મળ્યું હતું.
7 લોકોની એન્જિયોગ્રાફી કરતા 2ના મોત થયા હતા
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી બે દર્દીનાં મોત થતાં હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech