BREAKING NEWS

જૂનાગઢમાં ઘોડો નચાવતા અસવારનું ચાલુ લગ્ન પ્રસંગે હાર્ટ એટેકથી મૃત્યુ

  • May 04, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં લગ્ન  પ્રસંગે ફુલેકામાં અશ્વ નચાવી રહેલા ૨૪ વર્ષીય આશાસ્પદ યુવાનનું ચાલુ પ્રસંગે હૃદય રોગના કારણે સ્થળ પર જ ઢળી પડો હતો .યુવકના મોતથી લની ખુશી આંસુમાં પરવડી હતી. નાની વયે જ યુવાનના નિધનથી  અરેરાટી વ્યાપી ગઈ છે. જૂનાગઢ મિરાનગર વિસ્તારમાં રહેતા અને અશ્વપાલનનુ કામ કરતા કરણ હરદાસભાઇ પરમાર (ઉ.વ.૨૪)  પોતાની  ઘોડી સાથે વરઘોડામાં ઉત્સાહભેર પહોંચ્યો હતો.વરઘોડો નીકળે તે પહેલાં ભારે ઉત્સાહ અને ઉમગં સાથે કરણ પોતાની ઘોડીને નચાવી રહ્યો હતો. ઢોલના તાલે ઘોડી રમી રહી હતી. અશ્વ નચાવતી વખતે જ અચાનક કરણને એટેક આવતા તે  ઢળી પડો હતો.તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ કમનસીબે તેને બચાવી શકાયો નહોતો.નાની વયે યુવાનનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.જે યુવાન થોડી ક્ષણો પહેલા લની રોનક વધારી રહ્યો હતો તેના જ અચાનક નિધનના સમાચાર મળતા લ પ્રસંગમાં સન્નાટો વ્યાપી ગયો હતો.જે ઘોડી પર સવાર થઈને કરણ ગર્વથી નીકળ્યો હતો તે જ ઘોડી આજે તેના માલિક વગર સૂની પડી  ગઈ છે.૨૪ વર્ષના  યુવાનના નીધનથી  પરિવાર, મીરાનગર વિસ્તાર અને  અશ્વપાલકોમા શોકનું મોજું છવાયું છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application