મા આદ્યશક્તિની આરાધના સાથે નવરાત્રીનો આસ્થાભેર પ્રારંભ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી મા આદ્યશક્તિની આરાધના સાથે નવલા નોરતાનો આસ્થાભેર પ્રારંભ થયો છે. નવરાત્રી ઉત્સવ આપણા આંગણે આવી રહ્યો છે. નવરાત્રીનું મહત્વ હિન્દુ સમાજમાં અનન્ય અને અલૌકિક છે. નવરાત્રી એ સંસ્કૃત શબ્દ છે. આનો અર્થ ‘નવ રાત્ર’ આ નવરાત્રી અને દશેરા દસ દિવસો દરમિયાન માતાજીની દેવીના પૂજન-અર્ચન પાઠ કરવામાં આવે છે. જ્યારે દસમાં દિવસ દશેરા તરીજે ઉજવાય છે. (આમ તો માતાજીની પૂજન-અર્ચન કાયમ માટે કરવામાં આવતા હોય છે કરવા પણ જોઈએ. જ્યારે આ દિવસોમાં એક અનેરું મહત્વ રહેલું છે) આ દિવસો દરમિયાન પૂજન-અર્ચન કરવાથી અનોન્ય ઉર્જા આપણા મનમાં ઉત્પન્ન થાય છે. આ દિવસોમાં પૂજન-અર્ચન સાથે સાથે માતાજીને ભોગ-પ્રસાદ અર્પણ કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી આપણને મુક્તિ મળે છે.


આદિકાળથી માના ગરબા લેવામાં આવે છે. આ દરમિયાન માતાજીની સ્મૃતિની સાથે સાથે બાળાઓ પણ ગરબે રમે છે. આ દિવસોની ગરબે રમવાની એટલે કે નવરાત્રીની હિન્દુ સમાજ ખુબ જ ઉમળકાથી અને ભાવુત્માતક રીતે રાહ જોતા હોય છે. આ દિવસો દરમિયાન નવા કહેવામાં આવે છે. તપ-પૂજન-અર્ચનનું અનેરું મહત્વ અને આગવું સ્થાન રહેલું છે.પૂજન, અર્ચન, તપ, ધ્યાન, વ્રત કરવામાં આવે તેનું અનેકગણું અનોન્ય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસો દરમિયાન જેટલું આધ્યાત્મિક બીજનું રોપાણ કરવામાં આવે તે રીતનું ફળ આપણને અનોન્ય પ્રાપ્ત થાય છે. સાથે સાથે દરેક પૂજન-અર્ચન બાદ માતાજીને પ્રાર્થના કરવી કે હે માતાજી મેં મારી શક્તિ અને બુધ્ધિ પમાણે પૂજન-અર્ચન-ધ્યાન ધરેલ છે માટે આપનો બાળ સમજી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, ક્ષમા કરજો.
વર્ષમાં ધાર્મિકતા અનુસાર ચાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. (૧) ચૈત્રી નવરાત્રી: જેને વસંત નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ તહેવાર વસંત ઋતુમાં (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. આ ઉત્સવને અમુક જગ્યાએ રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. (૨) અષાઢ નવરાત્રી: આને ગુપ્ત નવરાત્રી કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવામાં આવે છે. અષાઢ (જૂન-જુલાઈ) મહિનામાં આવે છે. અષાઢ નવરાત્રી (ગુપ્ત નવરાત્રી) અષાઢ શુકલ પક્ષ (ચંદ્રના વધવાના તબકકા) દરમિયાન અનુસરવામાં આવે છે. (૩) આસો નવરાત્રી: જેને શરદ નવરાત્રી પણ કહેવામાં આવે છે. આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. હાલ આવી રહી છે. જેની હાલ ઉજવણીમાં સૌ મશગૂલ છીએ તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે. તેની ઉજવણી શરદ (શિયાળાની શરૂઆત સપ્ટેમ્બર ઓકટોબર)ના સમયે થાય છે. (૪) માધ નવરાત્રી: મા જ નવરાત્રી મહા નવરાત્રી જે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આવે છે.માતાજીના સ્વ‚પ: નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપે માતાજીની પૂજા થાય છે. (૧) શેલી પુત્રી (૨) બ્રહ્મચારિણી (૩) ચંદ્ર ઘંટા (૪) કુષ્માંડા (૫) સ્કંદ માતા (૬) કાત્યાયની (૭) કલિયાત્રી (કાલરાત્રી) (૮) મહાગૌરી (૯) સિધ્ધિ દાત્રી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application